ગોંડલમાં મંગળવારની સાંજે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે ત્રણ શખ્સો દ્રારા ભગવતપરામાં રહેતા સગીરને ધોકા વડે બેરહમ માર મારી વચ્ચે પડેલા તેના પિતા તથા માતાને પણ માર મારતા ઇજાગ્રસ્ત સગીરને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી'ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બીજી બાજુ સગીરને માર મારવાની ઘટનાને લઇને રોષીત બનેલા પાટીદાર સમાજે પ્રાંતઅધિકારીને આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવી ચોવીસ કલાકમાં આરોપીઓને ઝડપી પાડવા રજુઆત કરી અન્યથા રાજકોટ એસપી તથા કલેક્ટર કચેરીએ મોરચો લઇ જવા ચીમકી અપાઇ છે. બનાવની ગંભીરતા લઇ એકશન મોડ માં આવેલી પોલીસે માર મારનાર ત્રણ પૈકી બે આરોપીઓને ઝડપી લીધા હતા. યારે અન્ય એક આરોપીને જડપી લેવા તજવીજ હાથ ધરી છે.
બનાવની પ્રા વિગત મુજબ મંગળવાર સાંજે ભગવતપરા વિસ્તારમાં રહેતા સગીરને સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે દર્શન, મયુર સોલંકી અને એક અજાણ્યા શખ્સે ધોકા વડે માર મારતા સગીરને પીઠ તથા હાથ પગમાં ગંભીર ઇજાઓ પંહોચતા હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયો હતો.
બનાવ અંગે તેના પિતા એ બી'ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરી જણાવ્યુ કે ગત સાંજે મારા દિકરાનો મને ફોન આવેલ અને રડતારડતા મને જણાવેલ કે આ લોકો મને મારી નાખશે, તમે ઝડપથી આવો. તેથી મેં કહેલ કે તું કયાં છો તો મારા દીંકરાએ કોલેજચોકમાં સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે છું. તેવું કહેતા હું તથા મારા પત્ની મારી ફોરવ્હિલ લઇ ત્યાં પંહોચ્યા હતા. ત્યાં ઘણા લોકો ઉભા હતા. હું અને મારા પત્ની ગાડી નીચે ઉતરીને જોયું તો ત્રણ લોકો લાકડાનાં ધોકા વડે મારા પુત્રને મારતા હતા.
મેં વચ્ચે પડી શું કામ તમે મારા દીકરાને મારો છો તેવું પૂછતા આ લોકો જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. તેનાથી એક વ્યકિત કે જેણે લાલ કલરનુ ચેક્સવાળુ શર્ટ પહેર્યું હતું તેણે પોતાની ઓળખ દર્શન તરીકે આપી કહેલ કે તારો દીકરો મારા દિકરાને હેરાન કરે છે. તેવું કહી મને ગાલ પર બે ફડાકા માર્યા હતા અને બીજા બે વ્યકિત જેમા એક કોલેજ ચોકમાં ક્રિકેટ શીખવે છે તે મયુર સોલંકી તથા એક અજાણ્યા વ્યકિતએ ગાળાગાળી કરી મારી સાથે ઝપાઝપી કરતા મારી પત્ની વચ્ચે પડતા આ લોકોએ તેની ચુંદડી ખેંચીને ધક્કો મારતા તે નીચે પડી જતા તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.
ત્યાં લોકો એકઠા થઇ જતા આ લોકો ચાલ્યા ગયા હતા. આ સમયે દર્શન તથા મયુર સોલંકીએ ધમકી આપેલ કે આજે તો બચી ગયા છો. હવે મળ્યા તો જાનથી મારી નાખીશું તેવું કહી જતા રહ્યા હતા. બનાવ અંગે બી'ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન ગત સવારે બનાવને લઈને પાટીદાર સમાજનાં આગેવાનો, કાર્યકરો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાઓનાં હોદેદારો વિશાળ સંખ્યામાં એકઠા થઇ પ્રાંત કચેરીએ પંહોચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી બનાવ અંગે આક્રોશ બતાવી સગીર તથા તેના માતાપિતાને મારનારા શખ્સોને ચોવીસ કલાકમાં ઝડપી લઇ આકરી સજા આપવા માંગ કરી હતી. અન્યથા રાજકોટ એસપી તથા કલેક્ટર કચેરીએ મોરચો લઇ જઇ ઉગ્ર રજૂઆત કરાશે તેવું જણાવ્યું હતું.
દરમિયાન બી'ડીવીઝન નાં ઈન્ચાર્જ પીઆઇ એ.વી.ડામોરે જડપી પગલા લઇ સગીર ને ઘોકા વડે માર મારનાર પૈકી સહજાનંદનગર માં રહેતા મયુરસિંહ દિલીપસિંહ ઝાલા તથા તેના ભાઇ દર્શનસિહને જડપી લઇ અન્ય એક આરોપી મયુરસિંહ જયપાલસિંહ સોલંકીને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. સામા પક્ષે જોગી હોસ્પિટલની શેરીમા તણને ઢીકાપાટુનો માર મારી ગુાગં ખેચવાની ઘટનામાં તણનાં પિતા દ્રારા સગીર અને અન્ય સામે બી'ડીવીઝન પોલીસ માં ફરિયાદ કરી પોતાના પુત્ર ને માર મારી સગીર દ્રારા જાતીય સતામણી કરાતી હોવાનુ જણાવ્યુ હતુ.ગોંડલ સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં સગીરને માર મારતા સારવારમાં ખસેડાયો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech