જેતપુરના કારખાનેદાર સાથે બિહારના વેપારીએ ૩.૦૩ લાખની છેતરપિંડી આચરી

  • December 12, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના સાડીના એક કારખાનેદાર પાસેથી બિહારના એક વેપારીએ સાડીનો માલ વેચાતો લઈ તે પેટે બાકીના નીકળતા ૩.૦૩ લાખ પરત ન આપી કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કર્યાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. 


શહેરની બાપુની વાડીમાં રહેતા વિનોદભાઈ ઢાંકેચા નવાગઢમાં નંદન ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝ નામનું સાડી છાપવાનું કારખાનું ધરાવે છે. તેઓને વર્ષ ૨૦૨૦માં અમિતભાઇ મોદી નામના સાડીઓના દલાલે સાડી વેચવા બાબતની પૂછપરછનો કોલ આવેલ અને પોતાની પાસે આર.એસ ટ્રેડિંગ નામની પાર્ટી હોવાનું જણાવેલ. જેથી વિનોદભાઈએ આર.એસ ટ્રેડિંગના માલિક રોનક બજાજ સાથે વાતચીત કરીને બિહાર સ્થિત તેની કંપની સાથે ધંધો ચાલુ કર્યો હતો. 



અને માંગણી મુજબ આર. એસ ટ્રેડિંગમાં ટ્રાન્સપોર્ટ મારફત સાડીઓનો માલ મોકલતા હતાં. જેમાં તેઓએ ટ્રાન્સપોર્ટ મારફત કુલ ૫,૬૬,૩૨૩ રૂપિયાનો માલ મોકલેલ અને તે પેટે તેઓને ૨,૬૩,૨૮૬ રૂપિયા આર. એસ ટ્રેડિંગ દ્વારા ચુકવવામાં આવ્યા હતાં. સાડીઓના માલ પેટે બાકી રહેતા ૩,૦૩,૦૩૭ રૂપિયાની ઉઘરાણી માટે રોનક બજાજને અનેક કોલ કર્યા પરંતુ તેઓએ વાયદા જ કર્યા. અંતે કાનૂની નોટીસ આપી હતી. ત્યારબાદ રોનક બજાજે બાકીના પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધેલ. જેથી ઉદ્યોગનગર પોલીસે વિનોદભાઈની ફરીયાદ પરથી રોનક બજાજ સામે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીની કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application