રામોદ ગામે સોલાર પ્લાન્ટમાંથી રાત્રીના કોઈ શખસ આઇસર લઈ આવી અહીંથી પિયા ત્રણ લાખની કિંમતનું કેબલ વાયર ચોરી કરી ગયો હતો. જે અંગે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે અહીંથી કેબલ વાયરની ચોરી કરનારને ઝડપી લઈ તેણે ચોરી કરેલો કેબલ કબજે કર્યેા હતો.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણના વીરનગરમાં રહેતા નિર્મળસિંહ બળવંતસિંહ ડોડીયા(ઉ.વ ૩૧) દ્રારા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આઇસર નંબર જીજે ૩ એએકસ ૮૨૭૬ ના ચાલકનું નામ આપ્યું છે.
નિર્મળસિંહે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ રામોદ ગામે એમબીટ પ્રાઇવેટ.લી. નામના સોલાર પ્લાન્ટમાં છેલ્લા સાત વર્ષથી મેન્ટેનન્સ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગત તા. ૧૯ ના રોજ પોણા આઠ વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે કંપનીના સિકયુરિટી પ્રવીણભાઈ ચૌહાણનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હત્પં રાત્રિના અઢી વાગ્યે પ્લાન્ટમાં જોવા જતા પ્લાન્ટમાં રાખેલા પાંચ ડ્રમ પડેલા હતા સવારના ૦૭:૦૦ વાગ્યે પાછો જતા પાંચમાંથી એક ડ્રમ થોડે દૂર પડો હોય અને તેમાં કેબલ જોવામાં આવ્યો ન હતો જેથી ફરિયાદી સવારે આઠ વાગ્યે અહીં રામોદ ગામે પ્લાન્ટ પર પહોંચ્યા હતા અહીં આવી તપાસ કરતાં માલુમ પડું હતું કે, કોઈ શખસ રાત્રિના અહીં પ્લાન્ટમાંથી ૪૫૦ મીટર જેટલો કેબલ કે જેની કિંમત પિયા ૩ લાખ જેટલી હોય તે ચોરી કરી ગયો હતો અને આજુબાજુ તપાસ કરતા મોટી ગાડીના ચીલ્લા જોવામાં આવ્યા હતા જેથી ચોરી થયાનું સ્પષ્ટ્ર થયું હતું. બાદમાં ફરિયાદીએ તેમના મેનેજરને જાણ કરી હતી. ત્યારબાદ કંપની તરફથી ફરિયાદ કરવાનું કહેતા ફરિયાદી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન આવ્યા હતા.
દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે, અહીંથી કેબલ વાયરની ચોરી કરનાર આઇસર ચાલકને પોલીસે ઝડપી લીધો છે. અને અને પ્લાન્ટમાંથી ચોરી થયેલો કેબલ પણ પોલીસે કબજે કરી લીધો છે. જે કેબલ ફરિયાદીએ ઓળખી પણ બતાવ્યો હતો. બાદમાં તેમણે આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech