સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીઓ રોજ જ્વેલરીની ઓફિસમાં પોતાનાં કામ માટે જતા સમયે ત્યાંથી પસાર થતી હતી ત્યારે ત્રણ દિવસથી એક રોમિયો યુવતીઓને છેડતો હોવાની ઘટના બની હતી. યુવતીઓએ આજે રોમિયોગીરી કરી રહેલા યુવકને ઝડપી લીધો હતો. બાદમાં તેની પૂછપરછ કરી હતી. જો કે, યુવકે પોતાનો બચાવ કરતાં કહ્યું કે હું તમને ઓળખતો નથી. બાદમાં યુવતીઓએ માર મારવાનું શરૂ કરતાં લોકો એકઠા થઈ ગયા હતાં. યુવતીની છેડતી કરી હોવાની જાણ લોકોને થતાં તેમણે પણ મેથીપાક ચખાડ્યો હતો. છેડતી કરનાર યુવકને ત્યાર બાદ નજીકમાં જ આવેલા કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો. એ દરમિયાન પણ યુવતીઓ દ્વારા મેથીપાક ચખાડવામાં આવ્યો હતો.
અહીં બોલી ન શકાય એવા શબ્દો અમને કહ્યા- યુવતી
આ અંગે એક યુવતીએ જણાવ્યું હતું કે, અમે શનિવારે ઓફિસ આવતાં હતાં ત્યારે આ નરાધમ ખૂબ જ અભદ્ર ભાષામાં વાત કરતો હતો અને બીભત્સ હરકતો કરતો હતો. આ નરાધમ બાઈક લઈને બેથી ત્રણ વખત અમે જ્યાં ઊભાં હતાં ત્યાં યુ ટર્ન લઈને આવ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. એ દિવસે અમે તેને પકડવા માટે ગયાં તો તે મેઇન રોડ પર ભાગી ગયો હતો.
અમે ત્રણે યુવતીએ આ યુવકનો ચહેરો યાદ રાખ્યો હતો અને નક્કી કર્યું હતું કે, જો આ ફરીવાર દેખાય તો તેને પકડી પાડવો છે. આજે સવારે અમે ઓફિસ આવતાં હતાં ત્યારે ફરી વખત આ શખસ દેખાયો હતો, જેથી અમે તેને પૂછ્યું હતું કે એ દિવસે તે કઈ ભાષાનો પ્રયોગ કર્યો હતો અને શા માટે અમને એવું કહ્યું હતું, ત્યારે હું એ વ્યક્તિ નથી અને મેં તમને ક્યારેય જોયા નથી એવી રીતે તેણે ન ઓળખવાનો ઢોંગ કર્યો હતો, જેથી અમે અમારી ફેમિલીના સદસ્યોને બોલાવ્યા હતા અને વાતચીત કરી હતી, પરંતુ તે વ્યક્તિ માનવા તૈયાર ન હતી કે, મેં આ ભૂલ કરી છે, જેથી અમે તેને માર મારી અહીં કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવ્યા હતા.
કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ યુવતીઓએ હિંમત કરીને જાહેર રોડ પર જ તેની છેડતી કરનાર યુવકને સબક શિખવાડ્યો હતો અને પોલીસ મથકે પહોંચાડ્યો હતો. હાલ કાપોદ્રા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech