અમદાવાદના 3 ગેમઝોન પાસે NOC ન હોવાથી મનપાએ કર્યા સીલ

  • May 27, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરક્ષા અંગેના નિયમો તંત્ર અને સરકાર દ્વારા માત્ર કાગળ ઉપર જ સુરક્ષીત રાખવામાં આવે છે. હકીકતમાં તેનો અમલ કોઈ જગ્યાએ થતો નથી. જયારે આવી દુર્ઘટના બને છે ત્યારે અધિકારીઓ બહાના બનાવીને છટકી જય છે. કારણકે તેમણે ખબર છે લોકો ભૂલી જવાના છે અને ફરી આવી દુર્ઘટના બને ત્યારે ફરી સરકારના અને તંત્રના એ જ નાટકો ચાલુ થઇ જાય છે. આવી દુર્ઘટના બને ત્યારબાદ રાજ્યના તમામ શહેરોમાં તપાસ કરવામાં આવે છે અને થોડો સમય માટે જવાબદાર વ્યક્તિઓ કે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાના ઢોંગ રચવામાં આવે છે.
​​​​​​​
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યના દરેક શહેરોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ ગેમઝોનમાં બનેલી આગની દુર્ઘટના બાદ અમદાવાદ મનપાએ તપાસની કામગીરી હાથ ધરી છે. અમદાવાદમાં 34 ગેમીંગ ઝોન છે. જેમાં 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમઝોન છે.આ  34 પૈકી 31 ગેમઝોન પાસે NOC ઉપલબ્ધ છે અને 3 ગેમઝોન પાસે NOC ન હોવાથી મનપાએ તેને સીલ કર્યા છે. ગોતા, ચાંદલોડિયા અને નિકોલમાં આવેલા ગેમઝોન સીલ કરાયા છે. ગેમઝોન પાસે લાયસન્સ નહી હોવાના કારણે સીલ કરાયા છે. આ 3 ગેમઝોનમાં ગોતાના ફન ગ્રીટો,નિકોલનું ફન કેમ્પ્સ,અને ચાંદલોડિયામાં જોય એન્ડ જોય ગેમઝોનનો સમાવેશ થાય છે અને તેને સીલ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News