ગીરસોમનાથના માર્ગો ઉપર ગેરકાયદે ખનીજનો 3 કરોડનો જથ્થો ઝડપાયો

  • September 21, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી.જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ, ભૂસ્તરશાસ્ત્રી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા મોજે સુત્રાપાડા ખાતેથી પાસેથી એક બ્લેક ટ્રેપ ખનીજનાં ગેરકાયદેસર વહન સબબ ટ્રક જપ્ત કરી જી.એચ.સી.એલ. સુત્રાપાડા ખાતે રાખવામાં આવેલ.
ઉપરાંત, કાજલી, સોમનાથ બાયપાસ, ચાંડુવાવ, સૂપાસી ખાતેથી ખનીજ ગેરકાયદેસર વહન સબબ સાદી રેતીના બે ટ્રક, બ્લેક્ટ્રેપ્નું એક ટ્રક અને બિલ્ડિંગ લાઈમ સ્ટોન ખનીજનું એક ટ્રેક્ટર તેમજ હાર્ડ મૂરમનું એક ટ્રેક્ટર, લાઈમસ્ટોન બોલ્ડરનું એક ટ્રેક્ટરની અટક કરી કુલ આશરે ત્રણ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application