બાળપણથી મહિલાના મગજમાં હતી 3 સેમીની સોય, 80 વર્ષે સીટી સ્કેનમાં માલુમ પડ્યું

  • October 06, 2023 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રશિયામાં 80 વર્ષની એક મહિલાના મગજમાંથી ત્રણ સેન્ટિમીટર લાંબી સોય કાઢવામાં આવી છે. મહિલા બાળપણથી જ સોય સાથે જીવી રહી હતી. સ્વાસ્થ્ય બગડતા ડોક્ટરોએ સીટી સ્કેનમાં 3 સેમીની સોય શોધી કાઢી હતી. આરોગ્ય વિભાગનું માનવું છે કે આ ભ્રૂણહત્યાના પ્રયાસનો મામલો હોઈ શકે છે. મહિલાના માતા-પિતાએ બાળપણમાં તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ તે નિષ્ફળ ગયો હોય અને પાછળથી પકડાઈ જવાના ડરથી તેઓએ સોય કાઢવાનો પ્રયાસ કર્યો ન હતો.


રશિયાના સખાલિનના દૂરના પ્રદેશમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રશિયામાં દુષ્કાળ દરમિયાન આવા કિસ્સાઓ સામાન્ય હતા, આથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મહિલાના માતા-પિતાએ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હશે. પરંતુ તે બચી ગઈ અને જન્મથી જ સોય સાથે જીવવું પડ્યું.


મહિલાના ડાબા પેરીટલ લોબમાં સોય નાખવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે તેના પર તેની કોઈ આડઅસર નહોતી. ડૉક્ટરોએ કહ્યું કે ઈજાને કારણે મહિલાએ ક્યારેય માથાના દુખાવાની ફરિયાદ કરી નથી. હાલ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application