જી.જી.હોસ્પિટલમાં જુલાઈ માસમાં મેલેરિયાના રર અને ઝેરી મેલેરિયાના ૩ કેસ નોંધાયા

  • August 03, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુલાઇ માસ દરમ્યાન ૧૨૬૨ દર્દીઓના બ્લડ સેમ્પલ લેવાયા

તાજેતરના ભારે વરસાદ પછી જામનગરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે, જો કે તેમાં તાવ, શરદી, ઉધરસના કેસ હોય તેમ જાણવા મળ્યું છે, કારણ કે ગત માસમાં મેલલેરિયાના રર અને ઝેરી મેલેરિયાના ત્રણ કેસ જી.જી. હોસ્પિટલમાં નોંધાયા છે, જો કે સરકારી દવાખાના, ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવનાર દર્દીઓની સંખ્યાનો આમાં સમાવેશ નથી.
તાજેતરમાં જામનગર શહેર-જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. આ પછી ઠેર ઠેર પાણીના ખાડા, ખાબોચિયા ભરાયેલા જ રહ્યા હતાં. ઉપરાંત પૂરતી સફાઈના અભાવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધતા હોસ્પિટલ, દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જેમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓનું પ્રમાણ વિશેષ છે.
જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ગત્ જુલાઈ માસમાં  ૧ર૬ર દર્દીઓ ના લોહી ના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી રર દર્દીઓને મેલેરિયા હોવાનો અને તેમાંથી ત્રણ દર્દીને ઝેરી મેલેરિયા હોવાનો રિપોર્ટ મળ્યો હતો. જામનગરમાં રોગચાળાને કાબૂમાં લેવા માટે સઘન સફાઈ અને જંતુનાશક દવા છંટકાવની કામગીરી વધુ અસરકારક કરવી જરૃરી છે. અન્યથા હજુ પણ રોગચાળો વકરશે તેમાં કોઈ શંકા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application