જામનગર બાર એસો.ના પ્રમુખ પદ માટેના જંગમાં ૩ ઉમેદવારો મેદાનમાં

  • December 09, 2023 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા, સેક્રેટરીમાં મનોજભાઇ ઝવેરી બિનહરીફ : ૧૫મીએ મતદાન

જામનગરના બાર એસો.ના પ્રમુખ સહિતના પદો માટે આગામી તા.૧૫ ડિસેમ્બરના દિને.ચૂંટણી યોજાવાની છે તે માટે ઉમેદવારી પત્રો ઈસ્યુ કરવામાં આવ્યા પછી ઉમેદવારોની આખરી યાદી જાહેર કરાઇ છે, જેમાં પ્રમુખ પદ માટે ૩ ઉમેદવાર મેદાનમાં છે, ઉપપ્રમુખ અને સેક્રેટરી બિનહરીફ થયા છે, જયારે જોઇન્ટ સેક્રેટરીમાં ૩ સહિતનો સમાવેશ થાય છે.
જામનગરના વકીલમંડળ દ્વારા ચાલુ મહિનાના પ્રથમદિને મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી અને તેમાં નવા મતદારોને જોડવાની પ્રક્રિયા કરવામાં આવી હતી અને જુદા જુદા હોદા માટે ફોર્મ વિતરણ કરાયા હતા, હાલમાં જામનગરના વકીલમંડળમાં ૧૨૩૭ સભ્યો નોંધાયેલા છે.
જામનગર બાર એસો. ૨૦૨૪ની ચુંટણી માટે ઉમેદવારોની આખરી યાદી મુજબ છેલ્લા નવ વખતથી પ્રમુખપદે ચૂંટાઈ આવતા એડવોકેટ ભરતભાઈ સુવા, એડવોકેટ અનિલભાઇ જી. મહેતા તેમજ એડવોકેટ નયન એમ. મણિયારે પ્રમુખપદ માટે દાવેદારી કરી છે. આ ૩ ઉમેદવારો મેદાનમાં છે, જામનગર બાર એસોમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન પ્રમુખપદ માટે બે ઉમેદવારો હતા, એ અગાઉ ૨૦૧૫માં બાર એસોના પ્રમુખ પદ માટે ૪ એડવોકેટ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને હાલ ૩ ઉમેદવાર પ્રમુખપદ માટે મેદાનમાં છે.
બાર એસો.ના ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી (મંત્રી) તરીકે મનોજભાઇ ઝવેરી બિનહરીફ થયા છે, જયારે જોઇન્ટ સેક્રેટરી (સહમંત્રી) તરીકે ડીપ શૈલેષ ચંદારાણા, દિપકકુમાર ગચ્છર, જીતેન્દ્રભાઇ સોમગર ગોસાઇ, લાયબ્રેરી સેક્રેટરીમાં બ્રિજેશકુમાર ત્રિવેદી, રાહુલ ચૌહાણ, ખજાનચીમાં એજાદ અનવર માજોઠી, અસરફઅલી મહમદ ઘોરી, રુચિર આર. રાવલ ઉમેદવાર તરીકે છે.
જામનગર બાર એસો. કારોબારી સભ્યોની ઉમેદવારની આખરી યાદી મુજબ દિપક દલસુખભાઇ ભાલારા, હર્ષ પી. પારેખ, જયેશકુમાર સુરડીયા, કલ્પેન વી. રાજાણી, મૂગેન એમ. ઠાકર અને મિતુલ દિનેશભાઇ હરવરાનો સમાવેશ થાય છે, કારોબારી સભ્યો માટે કુલ ૮ ફોર્મ આવેલા જે પૈકી બે ફોર્મ રદ થતા ઉપરોકત કારોબારી સભ્યોને બિનહરીફ ચુંટાયેલ ગણવાના રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે.
બાર એસો.ની ચુંટણી માટે ઉપરોકત ઉમેદવારોની આખરી યાદી જાહેર કરાઇ છે અને આગામી ૧૫ તારીખે વકિલ મંડળના બેઠકહોલમાં મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે, આખો દિવસ મતદાન કાર્યવાહી ચાલશે, અને એ પછી મોડી સાંજે ગણતરી બાદ રીઝલ્ટ જાહેર કરવામાં આવશે, વકિલ મંડળની આ ચુંટણી પ્રક્રિયામાં ચુંટણી કમિશ્નર તરીકે કે.ડી. ચૌહાણ, જોઇન્ટ કમિશ્નર તરીકે બી.ડી. દેસાઇ અને જોઇન્ટ કમિશ્નર મિહિર નંદા સેવા આપી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application