મકરસંક્રાંતિના તહેવારની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉતરાયણના આ તહેવાર દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણને અટકાવવા પોલીસે ચેકિંગ વધુ સઘન બનાવ્યું છે. જેતપુર સીટી પોલીસ મથકના સ્ટાફે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામાની કડક અમલવારીને લઈ ચેકિંગ હાથ ધરી શહેરમાં અલગ– અલગ ત્રણ સ્થળે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ ૬૬ ફીરકી સાથે ત્રણ ધંધાર્થીઓની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર સીટી પોલીસ મથકના પી.એસ.આઇ વી.સી. પરમાર તથા તેમની ટીમ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણને લઇ તપાસમાં હતી દરમિયાન અહીં ફલવાડી વિસ્તારમાં રહેતા હનીફ ઇબ્રાહીમભાઇ ચિતલીયાના મકાનમાં દરોડો પાડતા અહીંથી પિયા ૧૨૦૦૦ ની કિંમતની ચાઈનીઝ દોરીની ૬૦ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે ચાઈનીઝ દોરીની આ ફીરકીઓ સાથે હનીફ ઈબ્રાહીમ ચિતલીયા(ઉ.વ ૩૦ રહે. ચાંદની ચોક, ફુલવાળી ઢોરો જેતપુર)ની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત જેતપુર સીટી પોલીસે શહેરના ઉંધી શેરી શાકમાર્કેટ ખાતે રહેતા અહેમદ ઉર્ફે બાબના મકાનમાં દરોડો પાડતા અહીંથી ચાઈનીઝ દોરીની બે ફીરકી મળી આવી હતી જેથી પોલીસે એહમદ ઉર્ફે બાબ સલીમભાઈ મંગિયાણા(ઉ.વ ૩૬ રહે. એ વન શાક માર્કેટ ઐંધી શેરી, જેતપુર) સામે જાહેરનામા ભગં અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. યારે જેતપુરના લીલાપીઠ પાસે જાહેર રોડ પર ચાઈનીઝ દોરીની ચાર ફીરકી સાથે પોલીસે કેતન અરજણભાઈ નળિયાપરા(રહે. મોટા ચોક, વકીલ શેરી) ને ઝડપી લીધો હતો.
પોલીસને પૂછતાછમા તેને આ ચાઈનીઝ દોરી મોટા ચોક વિસ્તારમાં જ રહેતા અફઝલ રફીકભાઈ ઠાસરીયા પાસેથી લીધી હોય પોલીસે બંને સામે ગુનો નોંધી કેતનની ધરપકડ કરી હતી યારે અફઝલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
અમરેલીમાં ચાઈનીઝ ફીરકી સાથે બે પકડાયા
અમરેલીમાંથી પોલીસે બે શખ્સોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે. અમરેલીમાં સરફરાજ ઉર્ફે ચીચો હનીફભાઈ નગરીયા પાસેની બેગની તલાસી લેતા તેમાંથી ૨૪ નગં ચાઈનીઝ ફીરકી કી...૮,૬૪૦ની મળી આવતા કબ્જે લઇ ગુનો નોંધ્યો છે. જયારે રાજકમલ ચોક પાસેથી પસાર થતા સિરાજ સલીમભાઇ ડેરૈયા (રહે.બહારપરા ઘાંચીવાડ)ને બે ચાઈનીઝ ફીરકી કી..૭૨૦ની કબ્જે કરી સીટી પોલીસે કાર્યવાહી કરી હતી.
અમરેલીમાં ચાઈનીઝ ફીરકી સાથે બે પકડાયા
અમરેલીમાંથી પોલીસે બે શખ્સોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે. અમરેલીમાં સરફરાજ ઉર્ફે ચીચો હનીફભાઈ નગરીયા પાસેની બેગની તલાસી લેતા તેમાંથી ૨૪ નગં ચાઈનીઝ ફીરકી કી...૮,૬૪૦ની મળી આવતા કબ્જે લઇ ગુનો નોંધ્યો છે. જયારે રાજકમલ ચોક પાસેથી પસાર થતા સિરાજ સલીમભાઇ ડેરૈયા (રહે.બહારપરા ઘાંચીવાડ)ને બે ચાઈનીઝ ફીરકી કી..૭૨૦ની કબ્જે કરી સીટી પોલીસે કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMઉત્તરકાશીમાં 3.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો, લોકોમાં ગભરાટ
January 24, 2025 10:44 AMગૌતમ ગંભીરે મારી નાખવાની ધમકી દીધી હોવાનો પૂર્વ ક્રિકેટરનો આક્ષેપ
January 24, 2025 10:42 AMમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech