નાકરાવાડી વેસ્ટ વે એનર્જી પ્રોજેક્ટ ડીલે થતાં મહાપાલિકાને 29 કરોડનું નુકસાન

  • December 07, 2023 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાકરાવાડીની ડમ્પિંગ સાઈટના કારણે લોકોને અને આ વિસ્તારની જમીનને થયેલા નુકસાન બાબતે પુન:સ્થાપ્ન (રિસ્ટોરેશન)નો ખર્ચ આપવા માટે ખાનગી આસામી દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરવામાં આવેલા કેસની આજે વીડિયો કોનફરનસના માધ્યમથી મીટીંગ રાખવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાં આ બેઠકમાં અધિક કલેક્ટર એસ. જે. ખાચર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના સ્થાનિક અધિકારી સહિતના હાજર રહ્યા હતા.


નાકરાવાડી ડમ્પિંગ સાઈટમાં ઠાલવવામાં આવતા કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો વેસ્ટ એનજીર્ પ્રોજેક્ટ શરૂ કરવાનું વચન મહાનગરપાલિકાએ આપ્યું છે અને આ પ્રોજેક્ટ ગયા જૂન મહિનામાં પૂરો થઈ જવાનું જણાવ્યું હતું. 2020 થી ચાલી રહેલા આ પ્રોજેક્ટ ડીલે થવાને કારણે મહાનગરપાલિકાને દૈનિક રૂપિયા 3.40 લાખ અને અત્યાર સુધી 29 કરોડનું નુકસાન થયું છે. દિલ્હીથી યોજાયેલી ગ્રીન ટ્રીબ્યુનલની આ બેઠકમાં મહાનગરપાલિકાના અને અરજદારના વકીલો અલગ અલગ જગ્યાએથી ઓનલાઈન જોડાયા હતા. આ કેસમાં મુદત આપવાની માગણી કરવામાં આવી હતી અને હવે આગામી તારીખ 19 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.


નાકરાવાડીની મૂળ લેન્ડ ફીલીંગ સાઈટ 2013 થી બંધ છે અને આ મામલે અરજદાર શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે કચરાની આ લેન્ડ ફીલિંગ ફ્લાઇટના કારણે નાકરાવાડીમાં લોકોને ચામડીના અને અન્ય પ્રકારના રોગ થાય છે. ઉનાળાની સિઝનમાં જ્યારે કચરો બાળવામાં આવે ત્યારે ધુમાડાના કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે અને ચોમાસામાં ભૂગર્ભ જળ દુષિત થાય છે. આના કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેના પુન:સ્થાપ્ન માટે ખર્ચ આપીને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. કેટલું નુકસાન થયું છે તે મહાનગરપાલિકા અને જીપીસીબી સંયુક્ત રીતે સર્વે કરે તેવી પણ માગણી કરવામાં આવી છે. નાકરાવાડી ઉપરાંત બાજુમાં આવેલા પીપળીયા, હડમતીયા અને નાગલપર ગામમાં પણ લોકોને, જમીનને અને પાણીને નુકસાન થયું છે.
આ પ્રકરણમાં અત્યાર સુધી મહાનગરપાલિકાને 11 નોટિસ આપવામાં આવી છે. બે ડીઓ લેટર અને બે લીગલ નોટીસ આપવામાં આવી છે. છેલ્લે ગત તા. ત 9 ઓગસ્ટના રોજ ગ્રીન ટ્રીબ્યુનલની ઓનલાઈન મીટીંગ યોજવામાં આવી હતી અને ત્યાર પછી આજે બીજી બેઠક મળી હતી. હવે 17 ફેબ્રુઆરી 2024ની નવી મુદત પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application