પોરબંદરમાં દરગાહ આડે એક દીવાલ બનાવવા ૨૮૩ પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે મેદાને ઉતારાયા

  • October 21, 2024 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ઉદ્યોગનગર રેલ્વે ફાટક પાસે આવેલી દરગાહની પાસે જ સોસાયટી આવેલી  છે અને સોસાયટીના રહેવાસીઓએ ત્યાં દીવાલ બનાવવાની ત્રણ વર્ષ પહેલા કાર્યવાહી કરી ત્યારે હિન્દુ-મુસ્લિમોના ટોળા સામસામે આવી ગયા હતા તેથી ફરીથી આવી પરિસ્થિતિનુ નિર્માણ થાય નહી તે માટે ૨૮૩ પોલીસ કર્મચારીઓનો કાફલો સુરક્ષા બંદોબસ્ત માટે ઉતારીને દીવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આટલી મોટી માત્રામાં પોલીસ કાફલો દરગાહ સ્થળે અને મેમણવાડામાં ઉતારવામાં આવ્યો હતો તે અંગે પોલીસે અગાઉથી કોઇ સ્પષ્ટતા કરી નહી હોવાથી અનેક પ્રકારની અફવાઓએ જોર પકડયુ હતુ. બાદમાં ડી.વાય.એસ.પી.એ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી જાહેર કરી હતી. 
પોરબંદરના ઉદ્યોગનગર રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેકથી તદન નજીક એક દરગાહ આવેલી છે અને આ દરગાહની પાસે જ પારસ નગર સોસાયટી આવેલી છે અને પારસ નગર સોસાયટી વિસ્તારના લોકોએ ત્રણેક વર્ષ પહેલા દરગાહ પાસે દીવાલ બનાવવાની કામગીરી શ‚ કરી હતી ત્યારે હિન્દુ-મુસ્લીમોના ટોળા સામસામે આવી ગયા હતા અને કોમી ઘર્ષણ થાય તેવી પરિસ્થિતિ વચ્ચે પોલીસે મામલો શાંત પાડયો હતો. ત્રણ-ત્રણ વર્ષથી દીવાલ બનાવવાની લોકોની રજૂઆત હતી.
અંતે શનિવારે દીવાલ ચણવા માટેની કામગીરી કરવાની હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી અને રેન્જ આઇ.જી.ની સુચનાથી અને જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં અને કીર્તિમંદિર પોલીસ મથકની હદમાં મેમણવાડા સહિતના મુસ્લીમ વિસ્તારો આવેલા છે ત્યાં ૨૮૩ જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ઉતારી દેવાયા હતા. એટલુ જ નહી પરંતુ આ વિસ્તારમાં બેરીકેડ પણ મૂકીને લોકોને બિનજ‚રી બહાર નહી નીકળવા જણાવાયુ હતુ.
શનિવારે વહેલી સવારથી દરગાહ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દીવાલ બનાવવાની કામગીરી શ‚ થઇ હતી અને બપોર સુધીમાં પૂર્ણ થઇ જતા શહેરી ડી.વાય.એસ.પી. ઋતુરાબાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને એવુ જણાવ્યુ હતુ કે ત્રણ વર્ષ પહેલાની પરિસ્થિતિનું ફરી નિર્માણ થાય નહી તે માટે સુરક્ષાના ભાગ ‚પે પોલીસને ગોઠવવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે દીવાલ ચણાઇ ગઇ છે. કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહી હોવાનુ પણ ઋતુ રાબાએ જણાવ્યુ હતુ.
પોરબંદર પોલીસ દ્વારા જેટલા અગમચેતીના પગલા આ દીવાલ બાબતે ભરવામાં આવ્યા તેવા પગલા ભરીને જો અગાઉથી જ પ્રેસના માધ્યમથી લોકોને જાણ કરીને ખોટી અફવાઓમાં નહી આવવા અને જે કામગીરી થવાની છે તેની સ્પષ્ટ હકીકત રજૂ કરી હોત તો કદાચ શહેરમાં ચાલતી જુદા  જુદા પ્રકારની અફવાઓ ઉપર બ્રેક લાગી શકી હોત. પરંતુ પોલીસે આ બાબતને અગાઉથી ગંભીરતાથી લઇને પ્રેસના માધ્યમનો ઉપયોગ કર્યો નહી હોવાથી તે અંગે પણ અનેક ચર્ચાઓ ચાલી હતી કારણકે સ્વાભાવિક રીતે જુદી-જુદી દરગાહ બહાર અને લઘુમતી વિસ્તારોમાં પોલીસના ધાડેધાડા ઉતરી આવે તો પણ પોલીસ મગનુ નામ મરી પાડીને શેના  માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તેની જાહેરાત કરે નહી તો લોકો પણ ગેરમાર્ગે દોરાતા હોય છે તેથી પોલીસે આવા બનાવ વખતે અગાઉથી તમામ માહિતી ઇચ્છનીય બન્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application