અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોએ જાહેર રસ્તાઓ પર તલવાર અને લાકડીઓથી લોકોને માર મારી આતંક મચાવ્યાની ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા. લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કર્યા બાદ હવે અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસકર્મીઓ સામે લાલ આંખ કરી છે. પૂર્વ વિસ્તારના 28 પીઆઈની એકસાથએ બદલી કરી નાખતા પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા.
કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી
વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રાજ્યના અલગ અલગ શહેરોમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ કરવામાં આવશે
આ પહેલાં રાજ્યના ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કાયદો અને વ્યવસ્થાને લઈને યોજાયેલી બેઠકમાં પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપવાની સાથે ટકોર કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપીથી લઈને ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવા સહિત તેમના વિસ્તારના ક્રાઈમ રેટની વિગતે માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની તૈયાર કરવામાં આવેલી યાદી પર યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. જ્યારે આઇપીએસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડ ગૃહમંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ કરવામાં આવશે.
બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી શકે છે
અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ 15થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા. અત્યારસુધી આ મામલે પોલીસે 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ 3-4 આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે. તેમાંથી ઘણાંના પરિજનોને મકાનોના લીગલ પુરાવા રજૂ કરવા ચેતવણી આપી દેવામાં આવી છે. જો તેઓ તેમાં નિષ્ફળ રહેશે તો બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMડલ્લેવાલ-પંઢેર સહિત ઘણા ખેડૂત નેતાઓ હિરાસતમાં, શંભુ અને ખનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ
March 19, 2025 07:52 PMગીરના સાવજો માટે વન વિભાગની પાણીની વ્યવસ્થા: 500 કૃત્રિમ પોઈન્ટ તૈયાર
March 19, 2025 07:45 PMUPIથી પેમેન્ટ લેવા પર હવે થશે કમાણી! સરકારે લીધો મોટો નિર્ણય, આ રીતે મળશે ફાયદો
March 19, 2025 07:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech