૧૧ માર્ચ સોમવારથી પરીક્ષાનો પ્રારંભ : શિક્ષણ વિભાગ દ્વારા સુચારુ આયોજન : પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત : તમામ કેન્દ્રો પર સીસીટીવીની સુવિધા : ધો. ૧૦માં ૫૭, ધો. ૧૨ સા.પ્ર.માં ૩૦ અને વિ.પ્ર.માં ૧૦ બિલ્ડીંગની ફાળવણી : વિધાર્થીઓના માર્ગદર્શન માટે તજજ્ઞોની નિમણુંક
ધો. ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓનો આગામી તા. ૧૧ માર્ચ સોમવારથી શુભારંભ થશે, આ માટે સ્થાનીક શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સીસી કેમેરાથી સજજ સેન્ટર રાખવામાં આવ્યા છે, આ વખતે ધો. ૧૦માં ૧૬૭૦૧, ધો. ૧૨ સા.પ્ર.માં ૯૪૫૬ અને ધો. ૧૨ વિ.પ્ર.માં ૨૦૨૧ વિધાર્થીઓ નોંધાયા છે, ઝોનવાઇસ કેન્દ્રો, બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે કુલ ૨૭૫૮૪ બોર્ડના વિધાર્થીઓ નોંધાયા છે.
એસએસસી-ધો. ૧૦માં કાલાવડ, જામનગર શહેર, જામનગર, ધ્રોલ, જોડીયા, લાલપુર, જામજોધપુર ખાતે પરીક્ષા યોજાશે જેમાં ઝોનવાઇસ પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે, ૫૭ બિલ્ડીંગમાં ૫૬૩ બ્લોક ખાતે ૧૬૭૦૧ પરીક્ષાર્થીઓ નોંધાયા છે જેમાં ૬૫ વિકલાંગ વિધાર્થીઓનો સમાવેશ થાય છે, બોર્ડ દ્વારા ફાળવેલા વિષય મુજબ પરીક્ષાઓ તા. ૧૧, ૧૩, ૧૫, ૧૮, ૨૦, ૨૧, ૨૨ માર્ચના યોજાશે, એચ.એસ.સી. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં કાલાવડ, જામનગર શહેર, જામનગર, ધ્રોલ, જોડીયા, લાલપુર, જામજોધપુર ખાતે ૩૦ બિલ્ડીંગમાં ૨૯૯ બ્લોકમાં ૯૪૫૬ વિધાર્થીઓ નોંધાયા છે, જેમાં ૩૨ વિકાલાંગ વિધાર્થીઓનો સમાવેશ થાય છે, આ પરીક્ષા ફાળવેલા વિષયો મુજબ ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦,૨૧, ૨૩, ૨૬ માર્ચના લેવાશે.
વિ.પ્ર.માં ૨ પરીક્ષા કેન્દ્રો અને ૧૦ બિલ્ડીંગ જેમાં ૧૦૪ બ્લોક ખાતે લેવાશે, ૨૦૨૧ પરીક્ષાર્થી જેમાં ૫ દિવ્યાંગ વિધાર્થીઓનો સમાવેશ થાય છે, આ પરીક્ષાની તારીખો ૧૧,૧૩,૧૫,૧૮,૨૦,૨૨ માર્ચ ફાળવવામાં આવી છે.
પોલીસ બંદોબસ્ત કેન્દ્રો ખાતે ફાળવવામાં આવ્યા છે, તમામ પરીક્ષા કેન્દ્રો પર સ્ટાફની નિમણુંક કરી દેવામાં આવી છે, સ્ટ્રોંગરુમની મુલાકાત અધિકારીઓ દ્વારા લેવામાં આવી હતી તેમજ પરીક્ષાર્થીઓને મુંઝવણ કે માર્ગદર્શન માટે દરેક તાલુકાવાઇઝ બે તજજ્ઞ અને જીલ્લા કક્ષાએ ૩ મળી કુલ ૧૩ તજજ્ઞોની નિમણુંક કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની સુવિધા રાખવામાં આવી છે. જીલ્લા શિક્ષણાધીકારી ભરત વિડજાના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ વખતે ધો. ૧૨ બોર્ડની ચિત્રકામ વિષયની પરીક્ષા સ્થળમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો છે, જામજોધપુરની એન.એન. સંતોકી ક્ધયા વિધાલયના બદલે ૨૨ માર્ચના રોજ સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલ ખાતે આ પરીક્ષા લેવામાં આવશે.
ધો.૧૦ અને ધો.૧૨ ના વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા પરીક્ષા સ્થળ ખાતે તા.૧૦/૦૩/૨૦૨૪ ના રોજ બપોરે ૨.૩૦ થી ૫.૦૦ સુધી જોઈ શકશે.તેમ જિલ્લા શિક્ષણ અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સ્થાનીક શિક્ષણ વિભાગના સીધા દેખરેખ હેઠળ બોર્ડની પરીક્ષાની કામગીરી ચાલી રહી છે. જાહેરનમા બહાર પાડવામાં આવ્યા છે અને પરીક્ષા કેન્દ્રોની નજીકના કોપીયર મશીનો બંધ રાખવાના આદેશ કરાયા છે.
***
ધો.૧૨ બોર્ડની ચિત્રકામ વિષયની પરીક્ષાના સ્થળમાં ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૧૧/૦૩/૨૦૨૪ થી શરૂ થતી એચ.એસ.સી. પરીક્ષા માર્ચ-૨૦૨૪ (ધો.૧૨)માં જામજોધપુર કેન્દ્ર નં.૦૬૦૫ ના બિલ્ડીંગ નં.૧ એન.એન.સંતોકી ક્ધયા વિદ્યાલય, બસ સ્ટેશન રોડ, જામજોધપુર ખાતે તા.૨૨/૦૩/૨૦૨૪ના રોજ સવારના સેશનમાં ૧૦.૩૦ કલાકથી શરૂ થતી ચિત્રકામ (૧૩૭/૧૩૮) વિષયની પરીક્ષા, એન.એન. સંતોકી ક્ધયા વિધાલય જામજોધપુરને બદલે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ (સ.વ.પ. હાઈસ્કૂલ) સ્ટેશન રોડ, જામજોધપુર ખાતે લેવાનાર છે. બાકીના વિષયની પરીક્ષા વિદ્યાર્થીની ૨સીદમાં દર્શાવેલ તારીખ અને સમયે અને સ્થળે જ લેવાશે જેની સંબધિત શાળાઓ, શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી તેમ યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech