આવતીકાલે પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ નષ્ટ્ર થઈ જશે તો વિશ્વભરની ભાષાઓનું શું થશે? આપણી ભાષાઓ અને તેમના સાંસ્કૃતિક મૂલ્યો પણ આ પૃથ્વી પરથી કાં તો અધ્શ્ય થઈ જશે અથવા નાશ પામશે. શું એ શકય છે કે આપણે આપણા ભાષાકીય ખજાનાને અવકાશમાં બીજે કયાંક સાચવી શકીએ? યુનાઈટેડ નેશન્સ એયુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) અને જાપાનની ચદ્રં સંશોધન કંપની આઈસ્પેસ સાથે મળીને પૃથ્વીના ભાષાકીય ખજાનાને અવકાશમાં સાચવવા માટે એક મોટી યોજના પર કામ કરી રહી છે. આ અંતર્ગત પૃથ્વીની ૨૭૫ ભાષાઓ ચદ્રં પર મોકલવામાં આવશે.
યુનેસ્કોનું માનવું છે કે જો ભવિષ્યમાં પૃથ્વીનું અસ્તિત્વ જોખમાય છે તો ચદ્રં પર આપણી ભાષાઓ હંમેશા સાચવવામાં આવશે. રિપોર્ટ અનુસાર, યુનાઈટેડ નેશન્સ એયુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) પૃથ્વી પર મોજૂદ ભાષાઓને સાચવવા માટે જાપાનની ચદ્રં સંશોધન કંપની સાથે કામ કરી રહ્યું છે.
જાપાની ચદ્રં સંશોધન કંપની આઈસ્પેસ અવકાશમાં અને ચદ્રં પર માનવ હાજરી માટે કામ કરી રહી છે. યુનેસ્કોની મદદથી, કંપની પૃથ્વી પર હાજર ૨૭૫ ભાષાઓ અને અન્ય સાંસ્કૃતિક વસ્તુઓને સાચવવાના ઉદ્દેશ્ય સાથે ચંદ્રની સપાટી પર મોકલવાની યોજના બનાવી રહી છે.
રિપોર્ટ અનુસાર આ લેન્ડર પૃથ્વીના ઉપગ્રહને મેમરી ડિસ્ક પણ પહોંચાડશે જે આપણી પૃથ્વી પર માનવતાના અસ્તિત્વના અંતની સ્થિતિમાં માનવ અસ્તિત્વને જીવતં રાખવાનો પ્રયાસ કરશે.આઈસ્પેસએ તેની વેબસાઈટ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, યુનેસ્કો માનવ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી ભાષાકીય વિવિધતાને જાળવવા માટે પ્રતિબદ્ધ છે. ચંદ્રની સપાટી પર માનવ અસ્તિત્વને જાળવવાનો હેતુ માનવ સંસ્કૃતિને જાળવવાનો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech