ગુમ થયેલાઓમાં મોટા ભાગની મહિલાઓ, બોટ કોગી રાજયથી નાઇજર જતી હતીનાઈજીરિયા નાઈજીરિયામાં પરિવહન માટે બોટનો ઉપયોગ અને તેમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવાની સ્થિતિ અને અકસ્માતની ઘટનાઓ સામાન્ય છે, આવા કિસ્સાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે.કોગી રાયથી નાઇજર જતી બોટ પલટી મારી જતા ઓછામાં ઓછા ૨૭ના મોત નીપય હોવાનું અને ૧૦૦થી વધુ લોકો લાપતા હોવાનું ખુલ્યું છે, જે લાપતા બન્યા છે તેમાં મોટા ભાગની મહિલાઓ છે. બોટમાં ૨૦૦થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઉત્તર નાઇજીરીયામાં નાઇજર નદીના કિનારે ખાધ બજારમાં લઇ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા ૨૭ લોકોનાં મોત થયાં હતાં અને ૧૦૦થી વધુ લોકો ગુમ થયાં હતાં, જેમાં મોટાભાગની મહિલાઓ હતી.નાઇજર સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવકતા ઇબ્રાહિમ ઓડુએ જણાવ્યું હતું કે, લગભગ ૨૦૦ મુસાફરો બોટમાં હતા જે કોગી રાયથી પડોશી રાય નાઇજર તરફ જઈ રહી હતી. કોગી રાય કટોકટી સેવાઓના (અનુ. નવમા પાને)નાઈજીરિયામાં બોટ (પહેલા પાનાનું ચાલુ) પ્રવકતા સાન્દ્રા મુસાના જણાવ્યા અનુસાર, બચાવકર્તાઓએ નદીમાંથી ૨૭ મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી યારે સ્થાનિક ડાઇવર્સ હજુ પણ અન્ય લોકોની શોધ કરી રહ્યા હતા.સત્તાવાળાઓએ આ વાતની પુષ્ટ્રિ કરી નથી કે ડૂબવાનું કારણ શું છે પરંતુ સ્થાનિક મીડિયાએ સૂચવ્યું હતું કે હોડી ઓવરલોડ હોવાથી પલટી મારી ગઈ હોઈ શકે . નાઇજિરીયાના દૂરના ભાગોમાં બોટ પર અસામન્ય ભીડ સામાન્ય છે જયાં સારા રસ્તાઓનો અભાવ ઘણાને વૈકલ્પિક માર્ગેા પસદં કરવા પર મજબુર કરી દે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech