૨૭ ફૂડ સેમ્પલમાં ભેળસેળ: ચારને દંડ

  • April 23, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાંથી લેવાયેલા ૨૭ ફડ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ જતા મતલબ કે ભેળસેળ હોવાનું પુરવાર થવા છતાં હાલ સુધીમાં તેમાંથી ચાર ધંધાર્થીઓને ફકત .૨.૨૫ લાખનો દડં કરાયો છે.રાજકોટ મહાનગરપાલિકાની ફડ શાખા અને આરોગ્ય શાખા દ્રારા શહેરમાં ગમે તેટલી ચેકિંગ કે સેમ્પલિંગ ડ્રાઇવ કરવામાં આવે તો પણ શહેરની ફડ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને ભેળસેળીયા ધંધાર્થીઓ ઉપર તંત્રની ધાક રહેતી નથી તેનું મુખ્ય કારણ સેમ્પલ લીધા પછી મહિનાઓ સુધી ફડ લેબોરેટરીમાંથી પરીક્ષણ રિપોર્ટ આવતા નથી અને રિપોર્ટ આવ્યા પછી મહિનાઓ સુધી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી થતી નથી તે છે. આ બન્ને કાર્યવાહીમાં વિલબં થવાને કારણે ભેળસેળ કરનારા તત્વોને બચવા માટે પુરતો સમય અને તક મળી રહે છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૦૨૪ અંતર્ગત મહાનગરપાલિકાની ફડ શાખા દ્રારા તા.૧–૪–૨૦૨૩થી ૩૧–૩–૨૦૨૪ સુધીમાં લેવાયેલા સેમ્પલમાંથી કુલ ૨૭ સેમ્પલ ફેઇલ ગયાનો રિપોર્ટ આવ્યો હતો જેમાંથી આજ દિવસ સુધીમાં ફકત ચારને દડં કરાયો છે, અન્ય ૨૩ સામેની કાર્યવાહી હજુ ચાલુ છે.
સ્વાદ શોખીનોનું શહેર કહેવાતું રાજકોટ ભેળસેળીયાઓ માટે પણ સ્વર્ગ સમાન બની ગયું છે. કુલ ૨૭ સેમ્પલ ફેઇલ ગયા તેમાંથી ફકત ચાર કેસમાં કુલ .૨,૨૫,૦૦૦ના દંડની વસુલાત કરાઇ છે. અન્ય ૨૩ કેસમાં હજુ કાર્યવાહી ચાલુ છે અને તે કયારે પૂર્ણ થશે તે કહી શકાય તેમ નથી. ફડ લેબોરેટરીના પરીક્ષણના રિપોર્ટ આવવામાં તો વિલબં થાય જ છે પરંતુ ત્યારબાદ જવાબદારોને દડં કરવામાં તો તેનાથી પણ વધુ વિલબં થાય છે તે વાસ્તવિકતા છે. ખાસ કરીને સીઝનલ ચીજ વસ્તુઓ ના લેબ રિપોર્ટ તો સીઝન ચાલુ હોય ત્યાં જ આવી જાય તે હિતાવહ હોય છે પરંતુ બને છે એવું કે સીઝન પૂર્ણ થઇ જાય અને નાગરિકોને ટન બધં ખાધ પદાર્થેા આરોગી લ્યે ત્યારબાદ રિપોર્ટ આવે છે જેના પરિણામે જન આરોગ્યની સુરક્ષાનો મુળભુત અને મુખ્ય હેતુ જ માર્યેા જાય છે. કાયદા અને નિયમો ગમે તેટલા કડક હોય પરંતુ તેનો અમલ ન થાય તો ભેળસેળ કરનારાઓ જન આરોગ્યને નુકસાન પહોંચાડતા જ રહેશે તે નિશ્ચિત છે

૬૦થી ૧૨૦ દિવસે રિપોર્ટ આવે છે
રાજકોટમાંથી લેવાયેલા ફુડ સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા બાદ ૬૦થી ૧૨૦ દિવસે પરીક્ષણ રિપોર્ટ આવે છે. વિલંબિત રિપોર્ટના કારણે પણ ધંધાર્થીઓમાં તંત્રની ધાક રહેતી નથી. મોટાભાગે સીઝનલ આઇટેમ્સના સેમ્પલના રિપોર્ટ તો સીઝન પૂર્ણ થયા પછી જ આવે છે. નિયમ મુજબ જે કઇં સમય મર્યાદા હોય તે રાજકોટથી મોકલેલા સેમ્પલના રિપોર્ટ મોડા આવે છે.

રાજકોટ શહેરમાંથી લીધેલા આ ૨૭ સેમ્પલ ફેઇલ
નમુનોપેઢીદંડકાર્યવાહી
શિખડં જે.જે.સ્વીટસ એન્ડ ડેરી ૬૦,૦૦૦
કેરીનો રસ કનકાઇ સીઝન ૭૫,૦૦૦
કેરીનો રસ શ્રીરાજ આઇસ્ક્રીમ ૭૫૦૦૦
પનીર જનતા સ્વીટ કાર્યવાહી ચાલુ
પનીર બોલેરો જીપમાંથી કાર્યવાહી ચાલુ
પનીર શ્યામ ડેરી ૧૫,૦૦૦
પનીર અજેન્દ્ર ડેરી કાર્યવાહી ચાલુ
મીઠી ચટણી ઈશ્વર ઘૂઘરાવાળા કાર્યવાહી ચાલુ
ન્યુટ્રીશન સપ્લી. હિરવા હેલ્થ કેર કાર્યવાહી ચાલુ
એલચી ટોસ્ટ ભારત બેકરી કાર્યવાહી ચાલુ
ફરાળી લોટ રાધે કેટરર્સ કાર્યવાહી ચાલુ
ફરાળી લોટ મત્રં મહેલ બિલ્ડીંગ કાર્યવાહી ચાલુ
દાઝીયું તેલ આર.એસ.ગૃહ ઉધોગ કાર્યવાહી ચાલુ
ચણા લુઝ આર એસ ગૃહ ઉધોગ કાર્યવાહી ચાલુ
શિખડં શ્રીરામ ગૃહ ઉધોગ કાર્યવાહી ચાલુ
મિકસ દૂધ જય કિશાન ડેરી ફાર્મ કાર્યવાહી ચાલુ
શુધ્ધ ઘી સીતારામ ડેરી ફાર્મ કાર્યવાહી ચાલુ
મીઠો મુખવાસ અમૃત મુખવાસ કાર્યવાહી ચાલુ
પાનચુરી મુખવાસ અમૃત મુખવાસ કાર્યવાહી ચાલુ
નંદા મુખવાસ પ્રકાશ સ્ટોર્સ કાર્યવાહી ચાલુ
મીઠો મુખવાસ પ્રકાશ સ્ટોર્સ કાર્યવાહી ચાલુ
મિકસ દૂધ ખોડિયાર ડેરી ફાર્મ કાર્યવાહી ચાલુ
શિખડં ગાયત્રી ડેરી ફાર્મ કાર્યવાહી ચાલુ
મંચુરિયન રેડ એપલ કાર્યવાહી ચાલુ
દેશી ઘી શ્રીરામ માર્કેટિંગ, કાર્યવાહી ચાલુ
શુધ્ધ ઘી મહેશકુંજ બિલ્ડીંગ કાર્યવાહી ચાલુ
શુધ્ધ ઘી ક્રિષ્ના ડેરી ફાર્મ કાર્યવાહી ચાલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application