નવા એરપોર્ટ પર પ્રથમ દિવસે ૨૫૪૬ પેસેન્જર્સનું આવાગમન: ૧૦ ફલાઈટની ઉડાન

  • September 11, 2023 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ અને દેશનું ચોથા નંબરનું વિશાળ ઇન્ટરનેશનલ એરપોર્ટએ રવિવારથી ઉડાન ભરી છે પ્રથમ ઉડાન સાથે પ્રથમ દિવસે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૨૫૦૦ થી વધુ પેસેન્જર એ આવાગમન કયુ હતું. ૨૭ જુલાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હિરાસર ખાતે આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ભવ્ય ઉદઘાટન થઈ ગયા બાદ ૧૦ સપ્ટેમ્બર ના રવિવારથી નવું એરપોર્ટ ધમધમવા લાગ્યું છે ગઈકાલે સુરતની એક લાઈટને બાદ કરતા ૧૦ લાઈટએ લેન્ડિંગ અને ટેક ઓફ કયુ હતું.રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઓથોરિટી દ્રારા આયોજિત ભવ્ય ઉધ્ઘાટન સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા,કેસરીદેવસિંહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર ડો. પ્રદીપ ડવ, એરપોર્ટ ડિરેકટર દિગતં બોરાહ, જનરલ મેનેજર સુનિલકુમાર શર્મા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ સાથે નવા એરપોર્ટ પર પ્રથમ લેન્ડિંગમાં ઇન્ડિગોની ઇન્દોર ની લાઈટ અને એર ઇન્ડિયાની મુંબઈની લાઈટને વોટર કેનનથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મહાનુભાવો એ પ્રથમ લાઈટમાં આવનાર બધા જ પેસેન્જર ને પુષ્પાહાર કરી મોં મીઠા કરાવી ભવ્ય વેલકમ કયુ હતું.


ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ કોમર્શિયલ લાઈટના લેન્ડિંગ અને ટેકઓફ થતા એરલાઇન્સ ના કર્મચારીઓ અને ઓથોરિટી ના સ્ટાફમાં ભારે ઉત્સાહ છવાયો હતો. ગઈકાલે પ્રથમ દિવસે દસ લાઈટએ રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી યારે સુરતની લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણમાં ઓથોરિટી ના અધિકારીઓએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા અને ઈન્ડીગોની ટીમ દ્રારા નવા એરપોર્ટ પર સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે વેન્ચુરાની ટીમ અને પાઇલોટ એ હજુ આ એરપોર્ટ પર સર્વે કર્યેા નથી જેથી ઓપરેશનલ કારણ દર્શાવીને સુરતની લાઈટ બે દિવસથી કેન્સલ થઈ રહી છે.
ગઈકાલે રવિવારે સવારે રાજકોટના નવા એરપોર્ટ પર ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. પ્રથમ ઉડાન ભરીને આવેલા પેસેન્જર નું રાસ ગરબાની રમઝટ સાથે સૌરાષ્ટ્ર્રની ભાતીગળ સંસ્કૃતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આગામી દિવસોમાં વિન્ટર શેડુલ માં નવી લાઇટ નવા ટ માટે શ કરાશે જેના માટે એરલાઇન્સ અને ઓથોરિટી બંને દ્રારા તૈયારીઓ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application