જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત બન્ને વીસર્જન કુંડમાં સમગ્ર મહોત્સવ દરમિયાન ૨,૫૪૬ ગણપતિની મૂર્તિઓ વિસર્જિત કરાઈ

  • September 29, 2023 11:02 AM 

જામનગરમાં ગઈકાલે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ ભક્તો દ્વારા વિઘ્નહર્તા દેવને માનભેર વિદાયમાન અપાયું


જામનગર શહેરમાં ૧૦ દિવસ માટે નો ગણપતિ મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો હતો, અને ગઈકાલે અનંત ચતુર્દશી ના દિવસે તમામ ગણપતિ મંડળ દ્વારા વિઘ્નહર્તા દેવ ને વાજતે ગાજતે માનભેર વિદાય અપાઈ હતી, અને જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ બે સ્થળે બનાવેલા કૃત્રિમ વિસર્જનકુંડમાં નાની મોટી ૨,૫૪૬ મૂર્તિઓનું આસ્થા ભેર વિસર્જન કરાયું હતું, અને સમગ્ર ગણેશ મહોત્સવ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો છે.


જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે હાપા શોરૂમ ની સામે તથા રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે ,  જેમાં ગઈકાલે  કુલ ૯૪૭  પ્રતિમા બંને કૃત્રિમ વિસર્જનકુંડમાં વિસર્જિત કરાઈ હતી. છેલ્લા દસ દિવસ દરમિયાન અહીં કુલ  ૨૫૪૬ પ્રતિમા નું વિસર્જન કરાયું હતું.


મહાનગરપાલિકા દ્વારા હાપા ખાતે શોરૂમ ની સામે અને રણજીત સાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જન કુંડમાં  સમગ્ર શહેરમાંથી આવતા નગરજનો સુવ્યવસ્થિત રીતે પ્રતિમા નું વિસર્જન કરી શકે તે માટેની તમામ પ્રકારની સુચારુ વ્યવસ્થા  કરવામાં આવી હતી, અહીં લાઇટિંગની વ્યવસ્થા,  શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત તેમજ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય તે પહેલા આરતી અને પૂજા માટે ટેબલ તથા મંડપ વ્યવસ્થા  પણ કરવામાં આવી હતી.  અનેક  શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિ- ભાવપૂર્વક બંને કૃત્રિમ કુંડમાં માટીના ગણેશજી તેમજ (પી.ઓ.પી.) પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બંને કૃત્રિમ કુંડમાં ફાયર શાખાની ટીમ દ્વારા મૂર્તિના વિસર્જન સમયે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવે છે , મૂર્તિનું વિસર્જન અહીંના  તાલીમ બદ્ધ સ્ટાફ દ્વારા જ કરવામાં આવ્યું હતું. વિઘ્નહર્તાની મોટી પ્રતિમા માટે અહીં ક્રેઇનની પણ જામનગર  મનપા દ્વારા  વ્યવસ્થા કરવામાં આવી હતી.


આ સમગ્ર પ્રતિમા વિસર્જનની કામગીરી જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડી. એન. મોદીના માર્ગદર્શન મુજબ નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની ની રાહબરી હેઠળ પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના  શ્રી રાજીવભાઈ જાની,  જામનગર મહાનગર પાલિકા ના ચીફ ફાયર ઓફિશર શ્રી કે.કે. બિશ્નોઇ, ડે. ચીફ ફાયર શ્રી સી.એસ. પાંડીયન,  શ્રી હિરેનભાઈ સોલંકી,  શ્રી ચેતનભાઇ સંઘાણી તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application