મીઠા માંથી કરોડો રૂપિયાની કમાણી આવકવેરા વિભાગે ઝડપી લીધી હતી અને હજુ આ સર્ચ ઓપરેશન વધુ ચાર દિવસ ચાલે તેવી સંભાવના આઈ ટીમ ના સૂત્રોએ વ્યકત કરી છે. આ અંગેની વિગત મુજબ ગઈકાલે રાજકોટ ઇન્કમટેકસની ઇન્વેસ્ટીકેશન વિંગ ના નેતૃત્વ હેઠળ ગાંધીધામ ટીમ દ્રારા ગાંધીધામમાં આવેલા મોટા ગજાના શ્રીરામ અને કિરણ ગ્રુપ પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આવકવેરા વિભાગની પ્રથમ દિવસે જ મોટો દલ્લો હાથમાં લાગી ગયો છે જેમાં બંને ગ્રુપની ઓફિસ તેમ જ અન્ય સ્થળોએથી હિસાબોનું ચેકિંગ થતાં અઢીસો કરોડથી વધુના બિન હિસાબી વ્યવહારો સાથે રોકડ રકમ મળી આવી છે.
આ તપાસમાં રાજકોટ,સુરત, વડોદરા, અમદાવાદ થી ૧૦૦ થી વધુ અધિકારીઓ જોડાયા છે. પ્રથમ દિવસે ૧૦ જેટલા લોકર સીલ કરવામાં આવ્યા છે અને ચોપડાઓની તપાસ થતાં પ્રારંભિક તબક્કામાં જ ૨૫૦ કરોડથી વધુના બિન હિસાબી વ્યવહારો સામે આવ્યા હતા અને હજુ પણ વધુ કરચોરી મળે તેવી આશંકા છે.
આવકવેરા વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામના ઉધોગપતિ બાબુભાઈ હત્પંબલના શ્રીરામ પ્રાઇવેટ લિમિટેડ અને કિરણ ગ્રુપના દિનેશભાઈ ગુાના વ્યવસાયિક એકમો તેમજ નિવાસસ્થાન સહિતના સ્થળોમાં તપાસ ચાલી હતી કુલ ૨૫ થી વધુ જગ્યા ઉપર દરોડા પડા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ બંને ગ્રુપે ખોટા ખર્ચા ઉભા કરી કરચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
આ બંને ઉધોગપતિ તાજેતરમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ની ચૂંટણી ના લીધે ભારે ચર્ચામાં રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આવકવેરા વિભાગ દ્રારા દરોડા પૂર્વે જ જે તે ગ્રુપ પર અલગ મોડસ ઓપેરેનડી હાથ ધરી પૂરતા પ્રમાણમાં હોમવર્ક કર્યા બાદ જ દરોડા ની કામગીરી હાથ ધરવામાં આવે છે જેથી કરીને કરચોરીમાં છટકી ન શકાય. ગાંધીધામના આ બંને ગ્રુપ પર ત્યાંની સ્થાનિક ટીમ દ્રારા છેલ્લા ઘણા સમયથી તપાસ ગુપ્ત રાહે ચાલી રહી હતી ત્યારબાદ સામે આવ્યું હતું કે મીઠા અને ટ્રાન્સપોર્ટમાં ખોટા અને મોટા ખર્ચાઓ કરીને કરોડોની ટેકસચોરી બચાવવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech