જામનગરમાં ગેરકાયદે માસ-મટન વેચતી વધુ ૨૫ દુકાનો સીલ કરાઇ

  • February 01, 2023 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ જામનગરમાં લાયસન્સ વિના સ્ટેમ્પીંગ પેકીંગ ન કરતા વધુ ૨૫ દુકાનધારકો અને ગાલાધારકો સામે કોર્પોરેશને બીજે દિવસે પણ તવાઇ ઉતારી છે અને બે દિવસમાં ૪૨ દુકાનો સીલ કરવામાં આવી છે, આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી સતત ચાલું રહેશે.


સોમવારે કોર્પોરેશનની એસ્ટેટ ફુડ, સિકયુરીટી અને સોલીડ વેસ્ટ શાખાના  અધિકારીઓએ મજબુત પોલીસ બંદોબસ્ત સાથે કાલાવડ નાકા બહાર મટન માર્કેટ સહિતના ૧૭ સ્થળોએ ચેકીંગ કરીને બિનઆરોગ્યપ્રદ હાલતમાં મટન, ચીકન કાપીને વેંચતા વધુ ૨૫ આસામીઓ સામે કાર્યવાહી કરીને તેમની દુકાનો સીલ કરી દેવામાં આવી છે, ગઇકાલે ૨૫ દુકાનો સીલ કરવામાં આવી હતી.
કાલાવડ નાકા ઉપરાંત ડીફેન્સ કોલોની, ખોડીયાર કોલોની સહિતના વિસ્તારોમાં કેટલીક ચીકનની દુકાનોમાં અનહાઇજેનીક ફુડ રાખવામાં આવતું હતું તે તમામ દુકાનો ચેક કરીને સીલ કરી દેવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.





સતત બીજા દિવસે એસ્ટેટ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતાં કાલાવડ નાકા બહાર લોકોના ટોળા એકઠાં પણ થયા હતાં, પરંતુ હાઇકોર્ટનો આદેશ છે તેમ કહીને અધિકારીઓએ સતત કાર્યવાહી ચાલું રાખી હતી, બે દિવસમાં ૪૨ જેટલી દુકાનો અને ગાલા સીલ કરી દેવામાં આવ્યા છે, ત્યારે ભારે બોકાસો બોલી ગયો છે, આ કાર્યવાહી એસ્ટેટ શાખાના નિતીન દિક્ષીત, દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળી, ફુડ શાખાના નિલેશ જોસોલીયા, દશરથભાઇ, શોપ શાખાના હસમુખ પાંડોર, સોલીડ વેસ્ટ શાખાના દિપક પટેલ સહિતના લોકોએ આ કાર્યવાહી કરી હતી. 


જામનગર શહેરમાં આ પ્રકારની કાર્યવાહી કરતા ચીકન અને મટન વેંચતા ધારકો પણ ગભરાઇ ગયા હતાં, કેટલાક લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીમાં લાગી ગયા છે, સતત બે દિવસ સુધી કોર્પોરેશને કાર્યવાહી કરીને ૪૨ દુકાન-ગાલા સીલ કરી દીધા છે, જો કે આ કાર્યવાહી સમયે કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોર્પોરેશન દ્વારા સતત દુકાનો સીલ કરવામાં આવી રહી છે, ગેરકાયદેસર રીતે મટન અને ચીકન વેંચતા આસામીઓ સામે કડક પગલા લેવામાં આવશે, કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી થઇ રહી છે અને મજબુત બંદોબસ્ત પણ ગોઠવાઇ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application