રાજકોટમાં લાયન સફારી પાર્ક પ્રોજેકટની ૨૪૯૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાઈ

  • September 04, 2023 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરના જંગલની જેમ હવે ટૂંક સમયમાં રાજકોટમાં પણ સિંહ દર્શન થઇ શકશે. રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રધુમન પાર્ક ઝૂની નજીકમાં લાયન સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવનાર છે, હાલ આ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની જરી મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. યારે તાજેતરમાં લાયન સફારી પાર્ક પ્રોજેકટની જમીન ઉપરથી ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવા ડિમોલિશન કરી ૬૨.૨૫ કરોડની ૨૪૯૦૦ ચો.મી.જમીન ખુલી કરાવાઇ હતી.


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશ તથા ટાઉન પ્લાનીંગ આફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાપાલિકાના પૂર્વ ઝોન વોર્ડ નં.૬માં આવેલ પ્રધુમન પાર્કની પાછળ આવેલ લાયન સફારી પાર્કની જગ્યામાં ભીચરી રોડ ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્રારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિશેષમાં આ અંગે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે લાયન સફારી પાર્કની જમીન ઉપરથી વાડીના મકાનો તથા ઢોર રાખવા માટેના વંડા સહિત ૧૦ મકાનોનું દબાણ તોડી પાડીને અંદાજે .૨.૨૫ કરોડની કિંમતની ૯૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાઇ હતી. તદઉપરાંત અંદાજે ૬૦ કરોડની કિંમતની ૨૪,૦૦૦ ચોરસ મીટર જમીનનો વાવેતર સાથેનો કબજો લેવાયો હતો. આ મુજબ કુલ ૬૨.૨૫ કરોડની કિંમતની ૨૪૯૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાવાઇ હતી. દરમિયાન હવે આ જમીન ઉપર ફરી દબાણો ન થઇ જાય તે માટે અહીં ફેન્સિંગ કરવામાં આવશે તેમ સૂત્રોએ ઉમેયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application