રાજકોટના આનંદ બંગલા ચોકમાં ગુરુ પ્રસાદ ચોક નજીક ભોલેનાથ સોસાયટીમાં રહેતો કરણ મુકેશભાઈ પતરિયા (ઉં.વ.24) નામના યુવકે ઘર પાસે શાકભાજી ભરવા માટે ભાડે રાખેલા રૂમમાં પંખામાં દોરી બાંધી લટકી ગયો હતો. સાંજે કૌટુંબિક ભાઈ શાકભાજી ભરવાના રૂમ પાસેથી નીકળ્યો ત્યારે આંટો મારવા જતા કરણ રૂમમાં લટકતો હતો.
બુમાબુમ કરતા આસપાસના લોકો આવી ગયા
આ જોઈ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા ઈએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા કલ્પાંત સર્જાયો હતો. બનાવના પગલે માલવિયાનગર પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી પૂરી કરી તપાસ હાથ ધરી હતી.
માતા અને પત્ની કામે ગયા હતા
આપઘાત કરનાર કરણ બે બહેનનો એકનો એક ભાઈ હતો અને એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને 18 ફેબ્રુઆરીએ એનિવર્સરી હતી. ગઈકાલે માતા અને પત્ની કામે ગયા હતા ત્યારે પાછળથી પગલું ભરી લીધું હતું. ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ જાણતા ન હોવાથી પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. આપઘાત પૂર્વે કરણએ એક ચિઠ્ઠી લખી હતી તેમાં આઈ લવ યુ બાબુ, આઈ મિસ યુ બાબુ, હેપ્પી મેરેજ એનિવર્સરી લખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech