ગુજરાતમાં પર્યટનમાં ૨૪ ટકાનો ઉછાળો

  • September 27, 2024 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૦૨૩–૨૪માં ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓએ રાયની મુલાકાત લીધી હતી. તેમાંથી ૨૩.૪૩ લાખ વિદેશી અને ૧૭.૫૦ કરોડ સ્થાનિક પ્રવાસીઓ હતા. વર્ષ ૨૦૨૨–૨૩માં આ સંખ્યા ૧૪.૯૮ કરોડ હતી, જે દર્શાવે છે કે આ વર્ષે તેમાં ૨૪ ટકાનો વધારો થયો છે. તેમ વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના પ્રસંગે, ગુજરાત સરકારે જણાવ્યું હતું.
એકંદરે, ૪૫૭.૩૫ લાખ ધાર્મિક પ્રવાસીઓએ ગુજરાતમાં પવિત્ર સ્થળોનો આનદં માણ્યો હતો. શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ૨.૨૬ કરોડ, સુરતમાં ૬૨.૩૧ લાખ, વડોદરામાં ૩૪.૧૫ લાખ, રાજકોટમાં ૧૮.૫૯ લાખ અને ભચમાં ૧૭.૭૨ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. એકંદરે, ૩૫૮.૭૭ લાખ પ્રવાસીઓએ શહેરોની મુલાકાત લીધી હતી.
લેઝર માટે પણ ગુજરાત આકર્ષણનું કેન્દ્ર રહે છે. અમદાવાદમાં ૭૯.૬૭ લાખ પ્રવાસીઓએ કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લીધી, ૪૪.૭૬ લાખ પ્રવાસીઓએ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી, ૪૩.૫૨ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, ૧૩.૬૦ લાખ પ્રવાસીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી અને ૧૧.૩૯ લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી. એકંદરે ૧૯૨.૯૬ લાખ પ્રવાસીઓએ આ સ્થળોનો આનદં માણ્યો હતો.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસામાં પણ ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. વડનગરમાં ૬.૯૩ લાખ, પોરબંદરના કીર્તિ મંદિરમાં ૪.૦૬ લાખ, અડાલજની વાવમાં ૩.૮૬ લાખ, પાટણની રાણી કી વાવમાં ૩.૮૩ લાખ અને મોઢેરાના સૂર્ય મંદિરમાં ૩.૮૧ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. કુલ ૨૨.૪૯ લાખ લોકોએ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી.
પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવા પ્રવાસન સ્થળો વિકસાવ્યા છે. નડાબેટમાં બોર્ડર ટુરીઝમ અને સરક્રીકમાં મરીન બોર્ડર દર્શન પ્રોજેકટ જેવી નવી યોજનાઓ શ કરવામાં આવી છે. આ ઉપરાંત ડાયનાસોર ફોસિલ પાર્ક, મોકરસાગર ખાતે વેટલેન્ડ પ્રોજેકટ, બેટ–દ્રારકા ખાતે પ્રવાસી સુવિધાનો વિકાસ, ધરોઈ ડેમનો વિકાસ અને ગીરના વિકાસ પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાત સરકારનો દાવો છે કે આ પગલાંથી માત્ર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો નથી પરંતુ સ્થાનિક લોકો માટે રોજગારીની તકો પણ વધી છે


૧.૬૫ કરોડ ભકતો અંબાજી આવ્યા
રાય સરકારે દાવો કર્યેા છે કે ગુજરાતમાં ધર્મ, વ્યવસાય, વારસો અને લેઝર જેવા ક્ષેત્રોમાં પ્રવાસીઓની ચિ વધી છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાયને મહત્વના કારણો ગણાવાયા છે. ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ગત વર્ષે ૧.૬૫ કરોડ ભકતો માતા અંબાના દર્શન કરવા અંબાજી આવ્યા હતા. ૯૭.૯૩ લાખ પ્રવાસીઓએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી, ૮૩.૫૪ લાખ પ્રવાસીઓએ દ્રારકાની મુલાકાત લીધી, ૭૬.૬૬ લાખ પ્રવાસીઓએ પાવાગઢના મહાકાલી મંદિરની મુલાકાત લીધી, અને ૩૪.૨૨ લાખ પ્રવાસીઓએ ડાકોરની મુલાકાત લીધી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News