પ્રાણ પ્રતિષ્ઠાના ૧૦ દિવસમાં ૨૩ લાખ ભકતો અયોધ્યા પહોંચ્યા

  • February 01, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળ રામના અભિષેક બાદ ૨૨ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૨૩ લાખ ભકતો રામ મંદિરના દર્શન કરી ચુકયા છે. છેલ્લા ૧૦ દિવસમાં પ્રસાદ અને દાનની રકમ પણ ૧૧ કરોડને વટાવી ગઈ છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર છેલ્લા ૧૦ દિવસમાં લગભગ ૮ કરોડ પિયા દાનપેટીમાં જમા થયા છે. ટેમ્પલ ટ્રસ્ટના ઓફિસ ઈન્ચાર્જ પ્રકાશ ગુાના જણાવ્યા અનુસાર છેલ્લા ૧૦ દિવસમાં લગભગ ૮ કરોડ પિયા દાનપેટીમાં જમા થયા છે, યારે ચેક અને ઓનલાઈન દ્રારા મળેલી રકમ પણ લગભગ ૩.૫૦ કરોડ પિયા છે.તેમણે કહ્યું કે ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં, યાં બાળ રામ બિરાજમાન છે, તેમની સામેના દર્શન માર્ગની પાસે ચાર મોટા કદના દાન પેટીઓ રાખવામાં આવી છે, જેમાં ભકતો ભગવાન રામને સીધા જ પ્રસાદની રકમ અર્પણ કરી રહ્યા છે. આ ઉપરાંત લોકો ૧૦ કોમ્પ્યુટરાઈઝડ કાઉન્ટર પર દાનની રકમ પણ જમા કરાવે છે. તેમણે જણાવ્યું કે ડોનેશન કાઉન્ટર પર ટેમ્પલ ટ્રસ્ટના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે, જેઓ સાંજે કાઉન્ટર બધં થયા બાદ ટ્રસ્ટ ઓફિસમાં મળેલી દાનની રકમનો હિસાબ જમા કરાવે છે.

આરપીએફ આઈજીએ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કયુ હતું ટ્રેન દ્રારા અયોધ્યા આવતા ભીડને નિયંત્રિત કરવા માટે,આરપીએફએ અયોધ્યાધામ, સાલારપુર, દર્શનનગર અને અયોધ્યા કેન્ટ સહિત ત્રણ રેલવે સ્ટેશનો પર સુરક્ષા માટે સીઓ રેન્કના અધિકારીઓને તૈનાત કર્યા છે. આરપીએફના આઈજી આશુતોષ કુમાર બુધવારે અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે માહિતી આપી હતી કે રેલ્વે બોર્ડ સ્તરે શિડુલ અને સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.


દાનની ગણતરી કરવા ૩ કર્મચારીઓની ટીમ
અયોધ્યામાં ૩ કર્મચારીઓની ટીમ ચાર દાન પેટીઓમાં પ્રસાદની ગણતરી કરી રહી છે, જેમાં ૧૧ બેંક કર્મચારીઓ અને ત્રણ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રકાશ ગુાએ જણાવ્યું કે દાનની રકમ જમા કરાવવાથી લઈને તેની ગણતરી સુધી બધું જ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ થાય છે.જેથી કોઈ ફ્રોડનો અવકાશ ન રહે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application