રાજકોટમાં સતત છેલ્લા એક પખવાડિયાથી તડકો નહીં નીકળતા તેમજ સતત ઝરમર વરસાદને કારણે ભેજયુક્ત હવામાન રહેતા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટ જાણે મચ્છરકોટ બની ગયું હોય તેમ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ડેંગ્યુ અને મેલેરિયા સહિત વિવિધ રોગચાળાના 2298 કેસ નોંધાયા હોવાનું મહાપાલિકાના વિકલી એપેડેમિક રિપોર્ટમાં આજે આરોગ્ય અધિકારીએ જાહેર કર્યું હતું.
વિશેષમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ તાજેતરમાં છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુના વધુ પાંચ (કુલ 41), મેલેરિયાનો વધુ એક (ફૂલ 14) , ચિકન ગુનિયાના કુલ 17, શરદી ઉધરસના વધુ 1203 ( કુલ 29680), તાવના વધુ 566 (કુલ 9487), ઝાડા ઉલ્ટીના વધુ 517 (કુલ 8278)અને ટાઈફોઈડના વધુ છ (કુલ 41) કેસ નોંધાયા છે. જો કે બીજી બાજુ ખાનગી તબીબી વર્તુળોના મતે મહાપાલિકાએ જાહેર કર્યો તેનાથી દસ ગણો વધુ રોગચાળો શહેરમાં છે..!
વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાએ રોગચાળો અટકાવવા કરેલી કામગીરીની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 1,75,973 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 2726 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. મચ્છરજન્ય રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 721 પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 384 અને કોર્મશીયલ 168 આસામીને નોટીસ ફટકારીને સ્થળ ઉપર જ કુલ રૂા.50,000નો હાજર દંડ વસુલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech