દક્ષિણ ઇથોપિયામાં બે ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 229 પર પહોંચી ગયો છે અને બીજા દિવસે પણ બચી ગયેલા લોકો અને જાનહાનિની શોધ ચાલુ હોવાથી તે વધુ વધી શકે છે તેમ એક સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
ભારે વરસાદને પગલે દક્ષિણ ઇથોપિયા પ્રાદેશિક રાજ્યના ગોફા ઝોનમાં ભૂસ્ખલન પાંચેક ઘર દટાઈ ગયા હતા અને તેમાં દફન થઇ ગયેલા લોકોને બચાવવા માટે જયારે રાહત કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે બીજું ખુબ જ મોટું ભૂસ્ખલન થયું હતું જેમાં સેંકડો લોકો દબાઈ ગયા હતા.
ગોફા ઝોનમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સીના વડા, માર્કોસ મેલીસે ફોન દ્વારા રોઇટર્સને જણાવ્યું હતું કે, મને ખબર નથી કે રાહત કાર્ય ક્યારે બંધ થશે. અમને હજુ પણ જમીનમાંથી મૃતદેહોમળી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શેર કરાયેલા ફૂટેજમાં લોકો પાવડા અને ખુલ્લા હાથથી મૃતદેહ ખોદતા જોવા મળ્યા હતા.
ગોફાના જિલ્લા પ્રશાસક મિસિકિર મિતિકુએ જણાવ્યું હતું કે બચાવ માટે આવેલા લોકો પણ ફસાઈ ગયા પછી મૃત્યુઆંક વધ્યો, તે ખૂબ જ દુ:ખદ ઘટના છે. વડા પ્રધાન અબી અહેમદે જણાવ્યું હતું કે તેઓ ભયંકર નુકસાનથી ખૂબ જ દુ:ખી છે અને આપત્તિની અસર ઘટાડવા માટે કેન્દ્રીય અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આફ્રિકન યુનિયનના ચેરપર્સન મૌસા ફકી મહામતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, અમે ઇથોપિયાના લોકો અને સરકારના ટેકામાં ઊભા છીએ, ગુમ થયેલા લોકોને શોધવા અને વિસ્થાપિતોને મદદ કરવા માટે બચાવ પ્રયાસો ચાલુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ, જેઓ ઈથોપિયન છે, તેમણે કહ્યું કે તેઓ અસરગ્રસ્ત તમામ પરિવારો વિશે વિચારી રહ્યા છે અને તાત્કાલિક આરોગ્ય જરૂરિયાતોને ટેકો આપવા માટે ડબ્લ્યુએચઓની ટીમ મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech