ઉનાળો શરૂ થતાની સાથે જ રાજકોટ મહાપાલિકામાં પાણીની ફરિયાદોનો ધોધ વછૂટ્યો છે તેમાં ખાસ કરીને સૌથી વધુ ૬૫૮ ફરિયાદો તો પ્રદુષિત પાણીના વિતરણની નોંધાઇ છે. રાજકોટ મહાપાલિકાના કોલ સેન્ટરમાં પાણીને લગતી કુલ ૨૨૮૫ ફરિયાદો નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે. રાજ્ય સરકાર રાજકોટને સૌની યોજના મારફતે સીધું આજી અને ન્યારી ડેમમાં તદઉપરાંત દરરોજ ૧૩૫ એમએલડી નર્મદાનીર પાઇપ લાઇન મારફતે આપી રહી છે તેમ છતાં છતે પાણીએ પાણીના ધાંધિયા સર્જાઇ રહ્યા છે ત્યારે હજુ એપ્રિલ માસના પ્રારંભથી બે મહિના સુધી પાઇપ લાઇન મારફતે મળતું નર્મદાનીર બંધ થશે ત્યારે શું હાલત થશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઉનાળાના આરંભે તા.૧થી ૧૭ માર્ચ સુધીમાં (૧) ઇલેક્ટ્રિક મોટર વડે ડાયરેક્ટ પમ્પિંગ કરીને પાણીચોરીની ૧૨ ફરિયાદો (૨) ભૂતિયા નળ જોડાણ મારફતે પાણી ચોરીની ૬ ફરિયાદો (૩) ઓછું પાણી મળી રહ્યાની ૩૫૮ ફરિયાદો (૪) ઓછા ફોર્સથી પાણી મળ્યાની ૩૧૦ ફરિયાદો (૫) બિલકુલ પાણી નહીં મળ્યાની ૩૯૫ ફરિયાદો (૬) પાણીની પાઇપ લાઈન લિકેજ થયાની ૪૬૭ ફરિયાદો (૭) પ્રદુષિત પાણીની સૌથી વધુ ૬૫૮ ફરિયાદો (૮) પાણીની લાઇનનો વાલ્વ ડેમેજ થયાની ૨૧ ફરિયાદો તેમજ (૯) પાણીની પાઇપ લાઇનનો વાલ્વ લિકેજ થતા પાણીનો બગાડ થયાની ૩૭ ફરિયાદો (૧૦) પાણી વિતરણમાં લાંબો સમય સુધી વાલ્વ ખુલો રહ્યાની ૨૧ ફરિયાદો સહિત કુલ ૨૨૮૫ ફરિયાદો એક પખવાડિયામાં નોંધાઇ છે.
ખાસ કરીને રાજકોટ મહાપાલિકા દ્વારા પાણીચોરીનું ચેકિંગ સદંતર બંધ રાખવામાં આવ્યું હોય ઇલેક્ટ્રિક મોટર વડે ડાયરેક્ટ પમ્પિંગ તેમજ ભૂતિયા નળ જોડાણો મારફતે પાણીચોરીનું પ્રમાણ ભયજનક હદે વધવા લાગ્યું છે.
જ્યોતિ નગરમાં ડ્રેનેજનું પાણી બોરમાં ભળ્યુ
શહેરના ગૌરવપથ કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલ પાછળ આવેલા જ્યોતિનગર વિસ્તારમાં ડ્રેનેજનું પાણી બોરના પાણી સાથે ભળી જતા સમગ્ર વિસ્તારમાં દેકારો બોલી ગયો છે અને કોર્પોરેટરો ઉપર ફરિયાદોનો ધોધ વછૂટ્યો છે.
શિવશક્તિ કોલોનીમાં પાણીની ફરિયાદો રોજિંદી
યુનિવર્સીટી રોડ ઉપર આકાશવાણી ચોક નજીક આવેલા શિવશક્તિ કોલોની વિસ્તારમાં સતત છેલ્લા એક સપ્તાહથી પાણીની ફરિયાદો રોજિંદી બની ગઇ છે, ક્યારેક પાણી ઓછું મળે છે તો ક્યારેક ઓછા ફોર્સથી વિતરણ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech