તાન્ઝાનિયાના સિમિયુ ક્ષેત્રમાં આવેલા બરિયાદી જિલ્લામાં એક ખાણમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ૨૨ જેટલાં મજૂરો દટાઈ ગયા હતા જેમના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઈ હતી. બે દિવસ સુધી રેસ્કયૂ ઓપરેશન ચલાવાયા બાદ કાટમાળમાંથી અન્ય દટાયેલા લોકોને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત તાન્ઝાનિયાના રાષ્ટ્ર્રપતિ સામિયા સુલુહ હસને આ દુર્ઘટના પર દુ:ખ વ્યકત કરતાં કહ્યું કે મને ખૂબ જ દુ:ખ થઇ રહ્યું છે કે સિમિયુના બરિયાદી જિલ્લામાં નગાલાઈટ ખાણમાં ભૂસ્ખલનમાં ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા. બે દિવસ સુધી રાહત અને બચાવ કામગીરી બાદ દટાયેલા લોકોને કાઢી લેવામાં સફળતા મળી.
અહેવાલો અનુસાર આ ઘટના વિશે વાત કરતાં ગોલ્ડ માઈનના અધ્યક્ષ માસુંબુકો જુમાનેએ કહ્યું કે આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા હતા તે માઈનિંગ પ્રવૃત્તિઓ સસ્પેન્ડ થવાને કારણે ગેરકાયદે રીતે ખાણમાં પ્રવેશ્યા હતા. દુર્ઘટના થાય તે પહેલાં જ ખાણ મેનેજમેન્ટએ સુરક્ષાદળોના સહયોગથી ખાણમાં ઘૂસેલા અન્ય લોકોને હટાવી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech