સી-પ્લેન માટે બે બજેટમાં 22 કરોડની જોગવાઈ પ્લેન બંધ: કાણી કોડીની’ય આવક થઈ નથી

  • March 24, 2023 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતેના કેવડીયા થી અમદાવાદ માટે સી પ્લેન સેવા પ્રોજેક્ટ ને લઈને ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્ર વસાવા એ પ્રશ્ન પૂછ્યો હતો અને આ પ્લેન સેવા હાલ કાર્યરત છે કે નહીં જેના જવાબમાં સરકારે જણાવ્યું છે કે 31 1 2023 થી સીએસસી પ્લેન કાર્યરત નથી.


સી પ્લેન યોજના માટે સરકારે રૂ. 22 કરોડની જોગવાઈ કરી છે જેમાવર્ષ 2021 - 22માં રૂ. 11 કરોડ અને વર્ષ 2022 - 23માં રૂ. 11 કરોડની જોગવાઈ કરી છે.સી પ્લેન સેવા મારફતે સરકારને અત્યારસુધી કોઈ આવક થઈ નથી.આપ્ના ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રશ્નમાં સરકારે સ્વીકાર્યું છે કે સી પ્લેન સેવા એટલે આમદની અઠ્ઠની ખચર્િ રૂપૈયા.
ગાંધીનગર ખાતે આવેલા સેક્ટર 17 ના કલેક્શન હોલના વસૂલાત ની બાકી રકમનો પ્રશ્ન દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉઠાવ્યો હતો. જેના જવાબ માં મંત્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગર રેલવે અને અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડને પેલી નવેમ્બર 2019 થી કે એન ડી કોમ્યુનિકેશન લિમિટેડ ને રોયલ્ટી થી આપેલ છે.17 માર્ચે 2020થી 30 નવેમ્બર 2021ના સમયનું રૂ. 13 કરોડ 8 લાખ 16 હજાર 110 ભાડું બાકી છે.


કોરોનાને કારણે એજન્સી દ્વારા રાહત આપવા કરાઈ માંગ કરી હતી.જે અંતર્ગત રૂ. 6 કરોડ 33 કરોડ 45 હજાર વસૂલવાના બાકી છે.આ માટે એજન્સી સાથે પત્ર વ્યવહાર અને નોટિસ પણ આપવામાં આવેલ છે.
ગુજરાત વિધાનસભામાં આજે અંબાજી દ્વારકા મોરબી દહેજ પાલીતાણા ધોળાવીરા રાજકોટ અંકલેશ્વર પારસોલી રાજપીપળા માંડવી વડોદ અને બગોદરા ખાતે રાજ્યની માલિકીની એરસ્ટ્રીપ આયોજનનો પ્રશ્ન વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ડો.સી જે ચાવડાએ પહોંચ્યો હતો જેના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું છે કે માંડવીની એર સ્ટ્રીપ્નું કામ પૂર્ણ થયેલ છે.  મોરબી, એરસ્ટ્રીપ ની દિવાલ બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે જ્યારે અંબાજી ધોળાવીરા પરસોલી અને બગોદરામાં જમીન મેળવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે આ ઉપરાંત દ્વારકા ખાતે હવાઈ પટ્ટી વિકસાવા માટે વર્ષ 23 -24 માં નવી બાબત મૂકવામાં આવી છે.


આ ઉપરાંત દહેજ અને પાલીતાણા શક્યતા દર્શિ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે બાદ આગળની કામગીરી હાથ ધરવામાં આવશે રાજકોટ હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસાવાની કામગીરી પ્રગતિ હેઠળ છે જ્યારે અંકલેશ્વર અને રાજપીપળા કામગીરી પણ પ્રગતિ હેઠળ હોવાનું મંત્રીએ જણાવ્યું છે બેચરાજીના વડોદમાં હવાઈ પટ્ટી વિકસાવવાની કામગીરી વિચારણા હેઠળ હોવાનું પણ સ્વીકાર્યું છે.

  અંબાજી, ધોળાવીરા, પ્રસોલી, બગોદરા, દ્વારકા, દહેજ, પાલીતાણા, અંકલેશ્વર, રાજપીપળા,  વણોદ અને માંડવી ખાતે નિમર્ણિ પામશે એરસ્ટ્રીટ નિમર્ણિ પામશે.છેલ્લા બે વર્ષે માં આ એરસ્ટ્રીટ પાછળ 93 કરોડ 73 લાખ 61 હજાર 931 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.તેમ ડો સી જે ચાવડા ના પ્રશ્નનો લેખિત જવાબમા નાગરિક ઉડ્ડયન મંત્રીએ સ્વીકાર્યું છે. ગુજરાત વિધાનસભામાં જે પ્રશ્નોત્તરી દરમિયાન ચારથી વધુ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા ગેર હાજર ધારાસભ્યોને ધ્યાનમાં રાખીને વિધાનસભા અધ્યક્ષ દ્વારા પ્રશ્નોત્તરી પૂર્ણ થયા પછી ટકોર કરવામા આવી હતી. વિધાનસભાની પ્રશ્નોત્તરી અંગે અગાઉથી વેબસાઈટ પર પ્રાયોરીટી ની જાણ કરવામાં આવે છે આ પ્રાયોરિટી જોઈને ધારાસભ્યોએ પોતાના પ્રજ વતી પ્રશ્નો ઉઠાવવા માટે વિધાનસભા ગૃહમાં હાજર રહેવું જોઈએ ,પ્રશ્નોની અગ્રતા જોઈને તેમના કાર્યક્રમો નક્કી કરવા જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application