યુપીના કાનપુરમાં આજે સવારે ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મોડી રાતે લગભગ 2:30 વાગ્યે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. ગાડી નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના ભીમસેન ખંડમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક સર્જાઈ હતી. ડ્રાઈવરના જણાવ્યાનુસાર પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ઘટનાસ્થળે રેલવે કર્મીઓનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.
રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર જણાવ્યું હતું કે આ ઘટનામાં મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. અમદાવાદ સુધી મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. સાબરમતી એક્સપ્રેસના મુસાફરોની આગળની યાત્રા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના રુટમાં આવતી ટ્રેનોની અવર-જવરને અસર થશે.
કાનપુરના ડીએમ રાકેશ કુમાર સિંહે કહ્યું કે આશરે 22 જેટલાં કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. અમે ઘટનાસ્થળે હાજર જ છીએ. કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. અમુક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે પરંતુ અત્યાર સુધી કોઈને ગંભીર ઈજા થયાની માહિતી સામે આવી નથી. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે અને મુસાફરોને તેમના સ્થાન સુધી પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોની મદદ માટે રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુકેશ અંબાણી અને ટ્રમ્પ આજે સાથે ડિનર લેશે
May 15, 2025 10:03 AMરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech