બનાસકાંઠા GIDC ખાતેથી અંદાજે છ લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો 2100 કિલોગ્રામ જથ્થો જપ્ત

  • September 15, 2023 12:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર દ્વારા લાલ આંખ કરી છે. ત્યારે બનાસકાંઠા જી.આઈ.ડી.સી ખાતેથી અંદાજે છ લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો 2100 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.


ખોરાક ઔષધનિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્યચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે બનાસકાંઠા જી.આઈ.ડી.સી ખાતેથી અંદાજે છ લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો આશરે ૨૧૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.


શ્રી કોશિયા એ ઉમેર્યું કે, તાજેતરમાં પાલનપુરની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે  મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો બનાસકાંઠા જી.આઇ.ડી.સી ખાતેથી નિલેશભાઇ ગોપાલદાસ મોદી દ્વારા પાસેથી પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મરચાં પાવડરનુ ઉત્પાદન થતું જોવા મળી આવ્યું હતું.આ વેપારી મે. શ્રી મોઢેશ્વરી ફુડ પ્રોડકટસ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને મસાલાનો ધંધો /વેપાર કરે છે. આ વેપારી મરચા માં કલર ની ભેળસેળ કરે છે તેવી તંત્ર ને મળેલ બાતમી નાં આધારે રેડ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલ ટેસ્ટીંગ કીટની મદદ થી સ્થળ ઉપર ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું જણાયું હતું.આ દેશી લુઝ મરચુ પાઉડરનો નમૂનો લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે,જ્યારે બાકીનો અંદાજીત કિંમત રૂ. ૬,૦૦,૦૦૦/-ની કિંમતનો આશરે ૨૧૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 


તેમણે કહ્યું કે,આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.અગાઉ ડીસા ખાતે તપાસ દરમિાન મે. શ્રી હરેક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ માંથી રૂ.૪૬૪૪૦ કિંમતનો ૨૬૦ કિ.ગ્રામ જથ્થો તેમજ મે.જય ગોગા ગૃહ ઉદ્યોગમાંથી પણ રૂ.૧૧૨૦૦કિંમતનો ૩૦ કિ.ગ્રામ જથ્થો સિઝ કરાયો છે.આ નમૂનામાં Non permitted oil soluble pink and orange colour તેમજ ઘઉંના લોટની ભેળસેળ જોવા મળી છે. જેની સામે ફોજદારી કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application