જામનગર સહિત સમગ્ર હાલારમાં અતિ ભારે વરસાદથી કરોડોનું નુકશાન: અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસ્યા બાદ સફાઇ કાર્ય જોરમાં, પરંતુ રોગચાળાનો જંબુરતો ભય: સેંકડો થાંભલા ધરાશાયી થઇ જતાં વિજ પૂરવઠો ખોરવાયો: હજુ પણ સંખ્યાબંધ ગામડાઓમાં અનાજ, દૂધ, શાકભાજી સહિતની જીવન જરીયાતની ચીજો પહોંચી શકી નથી: કુદરતી આપતિ સામે તંત્ર ઉંધામાથે
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ચાર-ચાર દિવસ સુધી મેઘરાજાએ કહેર વરસાવતા કરોડોનું નુકશાન થઇ ચૂક્યું છે, ખાસ કરીને જામનગર શહેરમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા હવે સફાઇ કામ ઝડપથી બનાવવાની જર છે અને જો એ નહીં થાય તો રોગચાળો ફાટી નીકળશે, હજુ પણ હાલારના ર૧ ગામો સંપર્ક વિહોણાં છે અને ૧૯ ગામડાઓમાં હજુ પણ વિજળી ગુલ છે, સમગ્ર હાલારમાં લોકો યાતના વેઠી રહ્યા છે, જીવન જરીયાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડે છે, અનેક રસ્તાઓ તૂટી જતાં ર૧ ગામો હજુ પણ સંપર્ક વિહોણાં છે ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું તંત્ર ઉંધે માથે થઇ ગયું છે, ૩૦ વર્ષ બાદ આ પ્રકારનો વરસાદ આવતા કુદરતે ખરેખર કહેર કરી છે અને હાલારમાં મગફળી અને કપાસના પાકને પણ વ્યાપક નુકશાન થઇ ચૂક્યું છે.
જીવન જરીયાતની ચીજવસ્તુઓની વાત લઇએ તો જામનગર શહેર અને ગામડાઓમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકોએ ઘરમાં રાખેલ અનાજ પલળી ગયું છે, ફ્રીઝ, ટીવી અને ફર્નિચરને પણ ભારે નુકશાન થયું છે, કેટલીક જગ્યાએ શોર્ટ સર્કીટના બનાવો પણ બન્યા છે, જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઇ અભિયાન તેજ બનાવાયું છે અને લોકો પણ આપમેળે ઘરમાં પાણી અને ગંદકી સાફ કરવામાં લાગી ગયા છે, ગામડાઓમાં કેટલીક જગ્યાએ ફલોર મીલ બંધ છે, લોકોને અનાજનો લોટ મેળવવામાં પણ ભારે નુકશાન પડી છે, ખરી યાતના તો એ છે કે ૧૯ સ્થળોએ હજુ પણ વિજળી ગુલ થઇ છે ત્યારે લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
એસ.ટી. એ અનેક ટો બંધ કર્યા છે, ત્રણ-ત્રણ દિવસ સુધી ૧ર જેટલી ટ્રેનો રોકી રાખવામાં આવી હતી, એટલે કે મુસાફરો હેરાન થયા છે, જિલ્લા પંચાયત હસ્તકના ર૭ રસ્તાઓ રીપેર કરીને કામચલાઉ ચાલુ કરી દીધા છે, પરંતુ હજુ પણ ૧૯ જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે. હજુ પણ ધોવાયેલા રસ્તાઓનું કામ ચાલુ છે, પરંતુ હજુ પણ પાણી અવરોધપ છે, જામનગર શહેરમાં ૪૦ અને દ્વારકા જિલ્લામાં પપ થી વધુ વૃક્ષો પડી ગયા છે, અનેક ગામડાઓમાં વિજળીના તાર તૂટી ગયા છે, ૭૩૦ થી વધુ થાંભલા પડી જતાં પીજીવીસીએલને લગભગ ર૦ કરોડનું નુકશાન પણ થયું છે.
જામનગર શહેરની વાત લઇએ તો કાલાવડ નાકા બહાર, ઘાંચીની ખડકી, પુરબીયા વાડી, તારમામદ સોસાયટી, નવાગામ ઘેડ, રામેશ્ર્વરનગર, જડેશ્ર્વર પાર્ક, આશીર્વાદ સહિતના અનેક વિસ્તારોમાં બે-બે દિવસ સુધી પાણી ઘુસી જતા ઘરવખરીને લાખો પિયાનું નુકશાન થયું છે, જે લોકોને નુકશાન થઇ છે તેના માટે આજથી કલેકટર કચેરી દ્વારા ફોર્મ ભરીને સર્વેની કામગીરી શ કરી દેવામાં આવી છે, જેમ બને તેમ ઝડપથી નુકશાનીની રાહતની રકમ ચૂકવાય તે માટે પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ પણ સૂચના આપી દીધી છે.
ખંભાળીયામાં તો નગરપાલિકાની વોટર વર્કસની લાઇનો ધોવાઇ ગઇ છે, કેટલાક વિસ્તારોમાં અઠવાડીયા સુધી પાણી નહીં મળે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે, અત્યાર સુધીમાં ૬ ના મોત થઇ ચૂક્યા છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૬ પશુઓ મૃત્યુ પામ્યા છે અને એક વ્યક્તિનું મોત થયું છે, ગોઇંજ ગામમાં તળાવના બે પાળા તૂટતા ભારે નુકશાન થયું હતું.
ખાસ કરીને જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકશાન થયાની વિગતો બહાર આવી રહી છે, જો કે ખેતીવાડી અધિકારી આ વિગતો બહાર પાડશે, જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ એવી ખાતરી આપી છે કે જિલ્લામાં સફાઇ, આરોગ્ય અને માર્ગ મરામતની કામગીરી યુઘ્ધના ધોરણે કરવામાં આવશે અને જે રીતે સામાજિક સંસ્થાઓએ તંત્રને મદદ કરી છે, તે ખૂબ જ પ્રશંસનીય છે.
જામનગર કોર્પોરેશન દ્વારા પણ સામુહિક સફાઇ માટે આયોજન કરવામાં આવ્યું છે, કેટલાક સ્થળોએ સફાઇ શ થઇ ચૂકી છે, લોકોને પણ સહકાર આપવા કોર્પોરેશનના તંત્રના અધિકારીઓએ અપીલ કરી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં ગંદકીના થર એમનેમ છે, પૂર આવ્યા પછી કચરો પણ ખૂબ જ વધી ગયો હોય, મહાપાલિકાને ઝડપી કામગીરી કરવી પડશે.
શહેરમાં ૬૦ ટકા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં જે તારાજી થઇ છે, તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે, ધીરે ધીરે રોગચાળો શ થઇ જશે અને જો ઝડપથી સફાઇ નહીં થાય તો લોકો ભારે મુશ્કેલીમાં મૂકાશે, અત્યાર નવા પાણીના કારણે તાવ, ઝાડા, ઉલ્ટી અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થઇ ગયો છે ત્યારે જામનગર જિલ્લાનું જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે માટે તમામે સાથે રહીને પ્રયાસો કરવા જોશે, કરોડો પિયાની નુકશાની થઇ ચૂકી છે, તેઓને ઝડપથી સહાય ચૂકવાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.