રાજકોટમાં ક્રિકેટ રમતા ૨૦ વર્ષીય કોલજિયનનું હૃદય બેસી જતાં મૃત્યુ
રાજકોટમાં ક્રિકેટ રમતા ૨૦ વર્ષીય કોલજિયનનું હૃદય બેસી જતાં મૃત્યુ
June 01, 2026 02:19 PM
રાજકોટ શહેરમાં હદય થંભી જવાના બનાવો વચ્ચે વધુ એક વખત ક્રિકેટ રમતા ૨૦ વર્ષીય કોલેજીયન યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. રાજકોટના કણકોટ પાસે આવેલી સરકારી એન્જીનીયરીંગ કોલેજના ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા પહોંચેલા યુવકને અચાનક ચક્કર આવતા બેભાન થઇ ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ જીવ બચી શકયો નહતો. બનાવના પગલે પરિવાર અને સાથી છાત્રોમાં ગમગીની છવાઈ હતી. બનાવની પ્રા વિગત મુજબ બગસરાના નાના મુંજીયાસર ગામનો વતની અને હાલ રાજકોટના કણકોટ પાસે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં હોસ્ટેલમાં રહી એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો સુમિત વિપુલભાઈ ગોંડલિયા (ઉં.વ. ૨૦)નો છાત્ર ગઈકાલે સવારે કોલેજના ગ્રાઉન્ડ પર મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. ત્યાં અચાનક ચક્કર આવતા ઢળી પડો હતો. આ જોઈ સાથે છાત્રોએ તાકીદે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડો હતો. યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દેતા સાથી છાત્રોમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્રારા રાજકોટ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરિવારને જાણ કરી હતી. બનાવના પગલે પરિવારજનો રાજકોટ આવી પહોંચ્યા હતા અને પુત્રના નિષ્પ્રાણ દેહને જોઈને કાળો કલ્પાંત મચાવ્યો હતો. મૃતક સુમિત એક ભાઈ અને એક બહેનમાં નાનો હતો. પિતા ખેતી કામ કરે છે. સુમિત રાજકોટ હોસ્ટેલ ખાતે રહીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. ગઈકાલે સવારે તે કોલેજના મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે કોલેજના જ ગ્રાઉન્ડમાં પહોંચ્યો હતો. મેચ શ થાય એ પહેલા મેદાન પર ઢળી પડો હતો. દીધો. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે