૨૦૬૦ સુધીમાં ભારતમાં હીટવેવ ત્રાહિમામ પોકારાવશે

  • April 26, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગ દ્રારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલમાં જણાવાયું છે કે દ્રીપકલ્પ અને દરિયાકાંઠાના ભારતના મોટાભાગના ભાગોમાં ૨૦૬૦ સુધીમાં હીટવેવનો સમયગાળો ૧૨–૧૮ દિવસ સુધી વધશે. . 'હીટ એન્ડ કોલ્ડ વેવ પ્રોસેસ એન્ડ પ્રિડિકશન ઇન ઇન્ડિયા' શીર્ષકવાળા રિપોર્ટમાં જણાવાયા અનુસાર, ભારતના અનેક વિસ્તારોમાં હીટવેવની ફ્રિકવન્સી વધશે અને તેણે કારણે થતા મોતની સંખ્યા પણ વધ્શે.





 આઈએમડીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતને બાદ કરતાં અન્ય કુદરતી જોખમો કરતાં ભારતમાં હીટવેવ્સથી વધુ મૃત્યુ થાય છે.  આઇએમડીએ હીટ વેવ કલાઇમેટોલોજી અને ઘટનાને સમજવા માટે ૧૯૬૧–૨૦૨૦ સુધીના ડેટાનો ઉપયોગ કર્યેા છે. આઈએમડી દ્રારા હીટવેવ જાહેર કરવામાં આવે છે યારે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ અને સામાન્ય કરતાં ૪.૫ ડિગ્રી વધારે હોય છે. યારે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય અને સામાન્ય કરતાં ૬.૫ ડિગ્રી વધારે હોય ત્યારે તીવ્ર ગરમીનું મોજું જાહેર કરવામાં આવે છે.





સામાન્ય રીતે મધ્ય અને ઉત્તર–પશ્ચિમ ભારત (હીટવેવ ઝોન) અને આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં માર્ચથી જૂનના સમયગાળામાં હીટવેવની સ્થિતિ સર્જાય છે. ઉત્તર ભારતની સરખામણીએ આ પ્રદેશમાં ગરમીના મોજાની તીવ્રતા થોડી ઓછી છે. દેશના ઉત્તરીય ભાગો અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઓડિશામાં સરેરાશ ૨ થી વધુ હીટવેવની ઘટનાઓ બને છે. કેટલાક વિસ્તારોમાં, એક સિઝનમાં હીટવેવની અવધી ૪ થી વધી જાય છે. મોટાભાગના આઈએમડી  સ્ટેશનો હીટવેવની અવધિના સંદર્ભમાં ૬૦ વર્ષના સમયગાળા દરમિયાન આવર્તન અને તીવ્રતાના સંદર્ભમાં હીટવેવની ઘટનાઓના વધતા વલણો દર્શાવે છે.





પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ અને  રિપોર્ટના સહ–લેખક એમ રાજીવન કહે છે, સરેરાશ, એક વર્ષમાં ૨ થી ૩ હીટવેવ હોય છે; છેલ્લા ૩૦ વર્ષમાં હીટવેવની કુલ અવધિમાં ૩ દિવસનો વધારો થયો છે. ભવિષ્યમાં હીટવેવ દર વર્ષે ૨ દિવસ વધશે, જેનો અર્થ ૨૦૬૦ સુધીમાં ૧૨–૧૮ હીટવેવ દિવસો થશે. સૌથી અગત્યનું, દ્રીપકલ્પીય ભારત અને દરિયાકાંઠાના વિસ્તારો યાં હીટવેવ્સ સામાન્ય નથી ત્યાં પણ ભવિષ્યના ધ્શ્યોમાં હીટવેવ્સ નોંધાશે.' મધ્ય અને ઉત્તરપશ્ચિમ ભારત અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં, ઘણા સ્ટેશનો પર સૌથી લાંબી હીટવેવની સ્થિતિ ૧૦ દિવસને વટાવી ગઈ છે.




ભારતના આત્યંતિક ઉત્તર–પશ્ચિમમાં, સૌથી લાંબી હીટવેવનો સમય ૧૫ દિવસને વટાવી ગયો છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે સૌથી લાંબી આત્યંતિક ગરમીની લહેર સામાન્ય રીતે મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ૫ દિવસથી વધુ ચાલે છે, યારે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા સહિત દક્ષિણ દ્રીપકલ્પમાં તે ટૂંકી હોય છે. રિપોર્ટમાં ઉલ્લેખિત વૈશ્વિક મોડલ્સ ૨૦૨૦–૨૦૬૪ના સમયગાળામાં લગભગ ૨ હીટવેવમાં વધારો અને ગ્લોબલ વોમિગને કારણે હીટવેવના સમયગાળામાં ૧૨–૧૮ દિવસનો વધારો સૂચવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application