મોરબી જિલ્લામાં બોર્ડની ધો.૧૦માં ૨૦૫ અને ધો.૧૨માં ૪૩ વિદ્યાર્થીઓ ગેરહાજર

  • March 15, 2023 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- ૧૦ (એસએસસી) અને ૧ર (એચએસસી) સામાન્ય  વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં પહેલા દિવસે ધો. ૧૦ ના જુદાજુદા ત્રણ પેપરમાં કુલમળીને ૨૦૫ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા છે જ્યારે ધો. ૧૨ના પેપરમાં ૪૩ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા છે મોરબી જીલ્લામાં ધો.૧૦ માં ગુજરાતી અને અંગ્રેજી તેમજ સંસ્કૃત સાહિત્યમ વિષયના પેપર લેવામાં આવી રહ્યા છે ત્યારે અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ પહેલા દિવસે ગુજરાતીના પેપરમાં ૧૧૬૬૩ વિધાર્થી હાજર રહ્યા હતા અને ૨૦૩ વિધાર્થી ગેરહાજર રહ્યા હતા જ્યારે અંગ્રેજીમાં ૩૪૭વિધાર્થીઓ હાજર હતા અને એક વિધાર્થી ગેરહાજર હતો આવી જ રીતે સંસ્કૃત સાહિત્યમ વિષયમાં ૧૧ વિધાર્થીમાંથી ૧૦ વિધાર્થીહાજર રહ્યા હતા અને ૧ વિધાર્થી ગેરહાજર રહ્યો હતો જયારે ભૌતિક વિજ્ઞાનના પેપરમાં ૧૭૧૮ વિધાર્થી હાજર રહ્યા હતા અને ૧૦ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે નામના મૂળતત્વોના પેપરમાં ૫૪૧૮ વિધાર્થી હાજર રહ્યા હતા અને ૩૩ વિધાર્થી ગેરહાજર રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application