ચંગા પાટીયા પાસે કારમાંથી ૨૦૦ લીટર દેશી દારુ કબ્જે

  • April 21, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢનો શખ્સ પકડાયો, રાણાવાવનો શખ્સ ફરાર : મોટાવડાળામાં વધુ એક દરોડો

જામનગરના ચંગા પાટીયા પાસે વર્ના કારનો પીછો કરીને પોલીસે જુનાગઢના શખ્સને ૨૦૦ લીટર દેશી દારુ અને કાર મળી અઢી લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો તપાસ દરમ્યાન રાણાવાવના શખ્સનું નામ ખુલ્યુ હતું જયારે મોટાવડાળા ગામે દેશી દારુ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો.
જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્યના ડી.પી.વાઘેલાના માર્ગદર્શન મુજબ પંચકોશી-બી ડીવીઝન પીએસઆઇ એમ.એ.મોરીની સુચના મુજબ સ્ટાફના માણસો દારુ-જુગારની પ્રવુતી નાબુદ થાય તે અંગે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યા પોલીસ હેડ કોન્સ હરદેવસિંહ જાડેજા, એએસઆઇ એમ.એલ. જાડેજાને બાતમી રાહે હકીકત મળેલ કે દેવાંગી આશ્રમ બાજુથી હુન્ડાઇ વર્ના કાર  નં. જીજે૧૨એકે-૨૭૧૨માં બે ઇસમો દેશી દારુ ભરી ચંગા પાટીયા બાજુ આવે છે.
જે બાતમી આધારે સ્ટાફના માણસો પંચો સાથે ચંગા ગામના પાટીયા પાસે વોચમાં હતા દરમ્યાન બાતમી મુજબ ઉપરોકત નંબરવાળી કાર આવતા તેને રોકવા જતા તે રોકાયેલ નહી અને યુટર્ન મારી લાલપુર તરફ ભાગતા સ્ટાફના માણસોએ કારનો પીછો કરી લોઠીયા પાટીયા પાસે પહોચતા વર્ના કારમાંથી એક ઇસમ ભાગી ગયેલ અને ડ્રાઇવીંગ શીટ પર બેસેલ ઇસમને પકડી પાડી તેના કબજાની કારમાંથી દેશી દારુના પ્લાસ્ટકીની કોથળીઓના બાચકા નંગ-૪ જેમાં એક બાચકામાં ૫૦ લીટર પ્રવાહી હોય જે કુલ દેશી દારુ ૨૦૦ લીટર કી. ૪૦૦૦ તથા દેશીદારુની હેરફેર કરવામાં ઉપયોગ કરેલ કાર કી. ૨.૫૦ લાખ મળી કુલ ૨.૫૪ લાખનો મુદામાલ પકડી પાડી આ બાબતે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી યુ.એમ.જાડેજા, એએસઆઇ એમ.એલ. જાડેજાએ કરી હતી.
પોલીસે જુનાગઢના ગોગન ઉર્ફે ગીગન ધાના મુછાળ (ઉ.વ.૩૨)ને પકડી લીધો હતો, જયારે રાણાવાવ તાલુકાના ગગડીયાવાળા નેસ હનુમાનગઢનો કાના બાવા મોરી ફરાર થઇ ગયો હતો જેની તપાસ ચલાવવામાં આવી રહી છે.
બીજા દરોડામાં કાલાવડના મોટાવડાળા ગામમાં રહેતા રીમતબેન કનુ સાડમીયાને ત્યાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી ૧૫ લીટર દારુ બનાવવાનો આથો કબ્જે લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application