ઉદ્ઘાટનના વાંકે ૨૦૦ કરોડની સરકારી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બંધ

  • December 11, 2023 06:03 PM 

ભાવનગર શહેરમાં રૂ.૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ફક્ત ઉદઘાટન ના વાંકે ચાલુ કરાઈ નથી.આથી આ હોસ્પિટલ શરૂ થાય તે માટે કોંગ્રેસ દ્વારા આજે સોમવારે ઘોઘાગેટ ખાતે રામધુનનો કાર્યક્રમ યોજાયો હતો.આ વેળાએ પોલીસે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.


   ભાવનગરમાં છેલ્લા બે વર્ષથી તૈયાર થયેલી ૨૦૦ કરોડ ના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર થઈ ને પડી છે પરંતુ ફક્ત ઉદ્ઘાટનના વાંકે ચાલુ કરવા માં આવતી નથી. ભાવનગર જીલ્લા તેમજ બોટાદ અને અમરેલી જિલ્લા ના લોકો ભાવનગર સર.ટી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે અને છતાં આ તૈયાર થયેલી હોસ્પિટલમાં આધુનિક સાધનો લાવેલા છે તેની ગેરેન્ટી વોરંટી પીરિયડ પણ પૂરો થઈ ગયેલ છે. અથવા પૂરો થવા ની તૈયારી છે તેમજ જે ભાવનગર મહારાજ સાહેબે જે ૧૦૦ વર્ષ જૂનું હોસ્પિટલ બનાવી છે તે હજુ પણ અડીખમ છે. જ્યારે ૧૭ વર્ષ પહેલાં બનાવેલી હોસ્પિટલ જર્જરિત થઈ નોનયુઝ થઈ છે. જે ભષ્ટ્રાચાર થયો હશે તે સાબિત થાય છે. જયારે વારંવાર રજુઆત કરવા છતાં આ નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ક્યારે શરૂ થશે તે ખબર નથી.


  ભાવનગર જિલ્લા સહિત આજુ બાજુ ના જિલ્લા માંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય જુના બિલ્ડીંગ માં ભીડ વધુ રહે છે. દર્દીઓ તેમજ તેમના સંબંધી હેરાન થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભાવનગરના છે. તેમ છતાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવા માં આવતી નથી જેથી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા નવી બિલ્ડિંગના મોડેલ સાથે રામધુનનો કાર્યક્રમ શહેરના ઘોઘાગેટ ખાતે આજે તા.૧૧ને સોમવારે રાખવામાં આવ્યો હતો.જેથી આ શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે અને આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તાત્કાલિક શરૂ થાય અને ભાવનગરના લોકોને સારી સારવાર મળે.રામધૂન કરી રહેલા કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.રામધૂનના કાર્યક્રમમાં કોંગ્રેસના ભાવનગર શહેરના તમામ આગેવાન, કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એન.એસ. યુ.આઈ, મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application