રાજયના શિક્ષણ વિભાગમા કેવી લાલીયાવાડી ચાલે છે તેનો ઉત્તમ નમુનો સામે આવયો છે.આ શિક્ષણ વિભાગ સમયાંતરે ચર્ચાનો વિષય બનતો રહે છે. શિક્ષણ વિભાગમાં પણ તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણ તંત્રમાં સિનિયર કલાર્કને હેડ કલાર્ક બનાવાયાં પરંતુ જુનિયર કલાર્કને લટકાવી દેવાયાં છે. બઢતી આપવાના ત્રણ–ત્રણ રાઉન્ડ ચલાવી દેવાયાં પરંતુ જુનિયર કલાકર્સની સામે નહીં જોવામાં જ આવતા આક્રોષ ભભૂકવા લાગ્યો છે.તો બીજીતરફ વિભાગમાં સિનિયર કલાર્કની ૨૦૦ જગ્યાઓ ખાલી પડેલી છે.
શિક્ષણ વિભાગમાં કલાકર્સની નિમણૂક, બઢતી અને બદલી સંબંધેની પ્રક્રિયા રાયના શાળાઓની કચેરીના કમિશનર દ્રારા હાથ ધરવામાં આવે છે. આ કચેરી દ્રારા છેલ્લ ા દોઢથી બે મહિનાના સમયગાળામાં જ સિનિયર કલાર્કમાંથી હેડ કલાર્કમાં બઢતી આપવાના ત્રણ–ત્રણ રાઉન્ડ પુરા કરીને ૨૧૭ કલાર્કને બઢતી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત હેડ કલાર્કમાંથી ઓડિટર ગ્રુપમાં બઢતી આપતાં આદેશ પણ કરીને ન્યાયિક બાબતો અને સેવા વિષયક પ્રશ્નોને પણ કોરાણે મુકીને તેનો અમલ કરી દેવામાં આવ્યો છે.
આશ્ચર્ય તો એ વાતનું છે, કે જુનિયર કલાર્કને સિનિયર કલાર્ક તરીકે બઢતી આપવા માટે જરી પરીક્ષા ગત જુલાઇ મહિનામાં લેવામાં આવ્યા બાદ તારીખ ૦૧–૦૮–૨૦૨૪થી બઢતી માટે દરખાસ્તો મંગાવવામાં આવી હતી. પરંતુ ત્રણ મહિના પસાર થઇ ગયા પછી પણ પરીક્ષા પાસ કરનારા જુનિયર કલાર્કની બઢતી આપવાની દિશામાં કઇં ઉકાળવામાં આવ્યું નથી.
કચેરીના આવા વલણના કારણે જુનિયર કલાર્ક કેડરમાં રહેલા કર્મચારીઓને સેવા વિષયની સાથે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવયો છે. નોંધનીય બાબત તો એ પણ છે, કે વિભાગમાં સિનિયર કલાકર્સની ૨૦૦ જગ્યાઓ ખાલી પડેલી છે. આ સંજોગોમાં સરકારી કર્મચારીઓમાં અસંતોષ ન ફેલાય તો જ નવાઇ પામવા જેવું રહે છે.આમ રાયના શિક્ષણ વિભાગમા ચાલતી લાલીયાવાડી કેમ ઉપર કોઇ ને દેખાતી નહી હોય..એક ચર્ચાનો વિષય બન્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech