કરોડોની દાણચોરી મામલે ચેન્નાઈ એરપોર્ટના 20 કસ્ટમ અધિકારીઓ સસ્પેન્ડ

  • September 20, 2023 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફ્લાઈટના દરેક યાત્રી પાસેથી મળ્યા હતા એપલ-ગૂગલના નવા ફોન, પૂછપરછ માટે 113 લોકોની અટકાયત


ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા 113 ફ્લાયર્સ પાસેથી 14 કરોડની કિંમતનું સોનું, ફોન અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કર્યાના પાંચ દિવસ બાદ, 20 કસ્ટમ અધિકારીઓ, 4 સુપરિન્ટેન્ડન્ટ અને 16 ઈન્સ્પેક્ટરને ચેન્નાઈ એરપોર્ટના ઈન્ટરનેશનલ ટર્મિનલ પર ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ અધિકારીઓને ચેન્નાઈમાં પ્રિન્સિપલ કમિશનરની ઓફિસમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. અહેવાલો મુજબ આ ડીઆરઆઈ અને કસ્ટમ્સનું સંયુક્ત ઓપરેશન હતું.


એક અધિકારીએ જણાવ્યું હતું કે ડીઆરઆઈએ જપ્ત કરેલી વસ્તુઓ અને 113 મુસાફરોને કસ્ટમ વિભાગને સોંપતા પહેલા સર્ચ હાથ ધર્યું હતું અને જપ્ત કર્યું હતું. ગુરુવારે મસ્કત-ચેન્નઈ ઓમાન એરના બોર્ડમાં લગભગ દરેક પેસેન્જર પાસે નવો મોબાઈલ ફોન હતો. પૂછપરછ દરમિયાન, મુસાફરોએ અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓને એક સાથી-મુસાફર દ્વારા આ ફોન આપવામાં આવ્યા હતા જેને તેમને એરપોર્ટની બહાર આ ફોન પરત કરવા કહ્યું હતું.


ચેન્નાઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ઓમાન એરની ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને નવા એપલ અને ગૂગલ ફોન લઈને જતા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ તેમની અટકાયત કરી હતી. કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે તેમને એક સાથી-મુસાફર દ્વારા ફોન આપવામાં આવ્યા હતા, જેમણે તેમને બદલામાં પરફ્યુમ અને ચોકલેટ આપવાની ખાતરી આપી હતી. વધુ તપાસ પર, મુખ્ય આરોપી કે જેની અસલી મુસાફરોને ફોન આપ્યા હતા તેની પાસેથી અધિકારીઓને સોનું મળ્યું, જેની કિંમત 14 કરોડ છે.



વધુ પૂછપરછ માટે 113 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા 100 થી વધુ મુસાફરોએ એરપોર્ટ પર એજન્સીઓના કર્મચારીઓની સંડોવણી અંગે શંકા વ્યક્ત કરી હતી. તે સ્પષ્ટ નથી કે સસ્પેન્ડ કરાયેલા 20 અધિકારીઓને આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પર ફરજમાંથી મુક્ત કરવાનું કારણ શું છે. આટલી મોટી દાણચોરી વિશે તેમને જાણ ન થઇ એટલે કે અધિકારીઓએ ગંભીરતાથી કામ નથી કર્યું અથવા દાણચોરીમાં તેમની જ સંડોવણી છે. આ બન્ને બાબતો પર હાલ તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application