BREAKING NEWS

આરસીબીને ૨૦ કરોડ તો ગુજરાતને ૧૨.૫ કરોડ: ફાઈનલ બાદ બંને ટીમો પર થયો પૈસાનો વરસાદ!

  • June 01, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ ૨૦૨૬ના હાઈ-વોલ્ટેજ ફાઈનલ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સને ૫ વિકેટે હરાવીને સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. બેંગલુરુના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતની ટીમને માત્ર ૧૫૫ રન પર જ રોકી દીધી હતી. આ સાધારણ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબી તરફથી વિરાટ કોહલીએ ધમાકેદાર બેટિંગ કરી અને ૭૫ રનની મેચ વિનિંગ ઈનિંગ રમીને પોતાની ટીમને વિજેતા બનાવી હતી.
વિજેતા ટીમોને મળેલી ઈનામી રકમ-ટ્રોફી સાથે રૂ.૨૦ કરોડ
રનર્સ-અપ (GT): -ઉપવિજેતા બનવા બદલ ₹૧૨.૫ કરોડ
આઈપીએલ ૨૦૨૬નો અસલી 'બાઝીગર'આ સિઝનમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવી દીધી હતી. તેને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો હતો. તેને સિયેરા કાર સહિત કુલ ₹૪૫ લાખની પ્રાઈઝ મની મળી છે. 
વૈભવને મળેલા પુરસ્કારોની યાદી 
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર:- રૂ.૧૫ લાખ
ઓરેન્જ કેપ વિનર: રૂ.૧૦ લાખ
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન: રૂ.૧૦ લાખ
સૌથી વધુ સિક્સર: રૂ.૧૦ લાખ
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન: સિયેરા કાર
અન્ય પ્રમુખ એવોર્ડ વિજેતા
ઓટુર્નામેન્ટમાં શાનદાર રમત બતાવનારા અન્ય ખેલાડીઓ પણ માલામાલ થયા છે
પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ):- કગિસો રબાડા (₹૧૦ લાખ)
સૌથી વધુ ડોટ બોલ
મોહમ્મદ સિરાજ (₹૧૦ લાખ)
સૌથી વધુ ચોગ્ગા:- સાઈ સુદર્શન (₹૧૦ લાખ)
કેચ ઓફ ધ સિઝન:- મનીષ પાંડે (₹૧૦ લાખ)
પ્લેયર ઓફ ધ મેચ (ફાઈનલ):- વિરાટ કોહલી (₹૫ લાખ)
શ્રેષ્ઠ પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ:- ઈડન ગાર્ડન્સ (₹૫૦ લાખ) અને ધર્મશાલા (₹૨૫ લાખ)




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News