BREAKING NEWS

ગુજરાત બનશે દેશનું ડેટા સેન્ટર હબ: મેટા સહિત ૨૦ કંપનીઓ ૮.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

  • July 10, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે જાહેર કરેલી વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી ૨૦૨૬–૨૯ને ઉધોગજગત તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પોલિસીની જાહેરાત બાદ રાયને અંદાજે . ૮.૫ લાખ કરોડના રોકાણના પ્રસ્તાવો મળ્યા છે. આ પ્રસ્તાવો દેશ–વિદેશની કુલ ૨૦ અગ્રણી કંપનીઓ તરફથી મળ્યા છે, જેમાં અમેરિકાની ટેકનોલોજી કંપની મેટા ઉપરાંત રિલાયન્સ ગ્રુપ, અદાણી ગ્રુપ, ટાટા ગ્રુપ, ટોરેન્ટ ગ્રુપ, સીટીઆરએલએસ, નેકસજેન, વારી ગ્રુપ, પેટીએમ, યુપીએલ અને વેલસ્પન જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટાએ ગુજરાતમાં ૧૬૮ મેગાવોટ ક્ષમતાનું ડેટા સેન્ટર સ્થાપવામાં રસ દર્શાવ્યો છે. રાય સરકારે કંપનીને ધોલેરાને સંભવિત સ્થળ તરીકે સૂચવ્યું છે, જોકે અંતિમ નિર્ણય કંપની દ્રારા લેવામાં આવશે.
નવી ડેટા સેન્ટર પોલિસી હેઠળ રાય સરકારે ૭.૫ ગીગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાનો લયાંક નક્કી કર્યેા છે. જોકે અત્યાર સુધીમાં મળેલા રસપત્રો મુજબ કુલ ૧૦.૫ જીડબલ્યુ ક્ષમતાના પ્રોજેકટો માટે પ્રસ્તાવ મળ્યો છે, જે સરકારના લયાંક કરતાં નોંધપાત્ર વધુ છે. આથી ગુજરાત આગામી વર્ષેામાં દેશના સૌથી મોટા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર કેન્દ્રોમાં સ્થાન મેળવી શકે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, રિલાયન્સ ગ્રુપ જામનગરમાં પોતાનું ડેટા સેન્ટર કેમ્પસ વિકસાવવાની યોજના ધરાવે છે, યારે અદાણી ગ્રુપ, ટાટા ગ્રુપ, વેલસ્પન અને અન્ય કેટલીક કંપનીઓ ધોલેરામાં પ્રોજેકટ સ્થાપવાની તૈયારીમાં છે. વિશાળ જમીન, સુનિયોજિત ઇન્ફ્રાસ્ટ્રકચર અને પૂરતો વીજ પુરવઠો ઉપલબ્ધ હોવાથી ધોલેરા હાઇપરસ્કેલ ડેટા સેન્ટરો માટે સૌથી પસંદગીનું સ્થળ બની રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલિસી લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું કે ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર હબ બનાવવાનો રાય સરકારનો સ્પષ્ટ્ર સંકલ્પ છે. આ પોલિસીથી રાયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), કલાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ સેવાઓ અને નવી પેઢીની ટેકનોલોજી માટે મજબૂત ઇકોસિસ્ટમ ઊભું થશે. સાથે જ મોટા પાયે રોજગારીનું સર્જન થશે અને રાયની ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે.
સરકારે સ્પષ્ટ્ર કયુ છે કે હાલ મળેલા તમામ પ્રસ્તાવો માત્ર એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટના તબક્કામાં છે. આગામી સમયમાં જમીન ફાળવણી, વિગતવાર પ્રોજેકટ આયોજન અને વિવિધ કાયદાકીય મંજૂરીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ પ્રોજેકટો અમલમાં આવશે. મોટાભાગના ડેટા સેન્ટરો ૨૦૨૯ સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application