ઘૂસણખોરીની ફિરાકમાં બેઠેલા 20 બાંગ્લાદેશીને પાછા ખદેડાયા

  • January 13, 2025 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઘૂસણખોરીની ફિરાકમાં બેઠેલા 20 બાંગ્લાદેશીને પાછા ખદેડાયા સરહદ પર વધતા તણાવ વચ્ચે બીએસએફની કાર્યવાહી આજકાલ પ્રતિનિધિ પશ્ચિમ બંગાળ જ્યારથી બાંગ્લાદેશમાં શાશન બદલાયું છે અને યુનુસ સરકારે વચગાળાની સરકાર બનાવી સત્તાનો દૌર સંભાળ્યો છે ત્યારથી ત્યાં વસતા ભારતીયો અને શરણાર્થીઓ ભારતમાં ઘુસી જવાના પ્રયાસો વધી રહ્યા છે અને તેને રોકવા બીએસએફ સક્રિય છે ત્યારે તાજેતરમાં પશ્ચિમ બંગાળના ઉત્તર 24-પરગણા અને નાદિયા જિલ્લામાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓના ઘૂસણખોરીના પ્રયાસને બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવ્યો અને 20 બાંગ્લાદેશીને પાછા કાઢ્યા હતા. સરહદ સુરક્ષા દળએ પશ્ચિમ બંગાળના ઉત્તર 24-પરગણા અને નાદિયા જિલ્લામાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓના ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. જવાનોએ ઉત્તર 24-પરગણામાં વાડ વગરની ભારત-બાંગ્લાદેશ સરહદ માં પ્રવેશતા પહેલા 20 બાંગ્લાદેશીઓ અને બે રોહિંગ્યાઓને પાછ ધકેલી દીધા. આ સાથે, નાદિયા જિલ્લાના ચાર બાંગ્લાદેશીઓને પણ સરહદ પાર કરતા અટકાવવામાં આવ્યા હતા. બીએસએફના પ્રવક્તા એનકે પાંડેના જણાવ્યા અનુસાર, ઘુસણખોરોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેઓ મજૂરી અને ઘરકામના કામ માટે મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જઈ રહ્યા હતા. બધાને સરહદ પાર મોકલી દીધા પછી, બીએસએફ એ આ મામલે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ સાથે ફ્લેગ મીટિંગ પણ કરી હતી, પરંતુ ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે. બીએસએફના જવાનોએ માદક દ્રવ્યો અને પશુઓની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા અને 3 કિલો ગાંજો, ક્વિનાઇન સલ્ફેટના 2,900 સ્ટ્રીપ્સ જપ્ત કરી છે સાથે 11 પશુને પણ તસ્કરો પાસેથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. સરહદી નદી વિસ્તારમાં માદક દ્રવ્યોની દાણચોરીના પ્રયાસની માહિતી મળ્યા બાદ, બીએસએફ એ તમામ બોટ ચેકપોઇન્ટ્સને સતર્ક કરી દીધા. સાંજે, સીએસ ખલી સરહદ ચોકીના સૈનિકોએ નદીના કાંઠાની પેલે પાર એક શંકાસ્પદ માણસને જોયો હતો પરંતુ તે પકડાય તે પહેલા નાસી ગયો, પરંતુ તેણે મૂકી દીધેલા ડ્રગ્સના બે પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત,જવાનોની 119મી બટાલિયને માલદા જિલ્લામાં ફેન્સેડિલની 565 બોટલ જપ્ત કરી હતી અને 88મી બટાલિયને આઠ પશુઓની દાણચોરી અટકાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application