જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ભદરવાહ પટ્ટાના દાંડી વિસ્તારમાંથી પોલીસની એક ટીમે વિશ્વાસપાત્ર બાતમીના આધારે ફિરદૌસ અહેમદ વાની નામના આતંકવાદી સહયોગીની ધરપકડ કરી હતી.આ આરોપી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્રારા સરહદ પારના આતંકવાદીઓના સંપર્કમાં હોવાના અહેવાલ છે, જેના આધારે તેને ઉઠાવી લેવાયો હતો.અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે ડોડા અને ઉધમપુર જિલ્લામાં કથિત રીતે વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપવાનું કાવતં રચતા બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી હતી.
આરોપી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્રારા સરહદ પારના આતંકવાદીઓના સંપર્કમાં હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે વિસ્તારમાં રાષ્ટ્ર્રવિરોધી તત્વો માટે પગપેસારો કરીને ડોડામાં આતંકવાદને પુનર્જીિવત કરવા સક્રિયપણે કામ કરી રહ્યો હતો.
તેઓએ ઉમેયુ કે શંકાસ્પદ વ્યકિત અને તેના નિવાસસ્થાનની સંપૂર્ણ તપાસથી ગુનાહિત સામગ્રી અને દસ્તાવેજોની પુન:પ્રાિ થઈ, જે વધુ તપાસ માટે જ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી કથિત રીતે ડોડામાં અને તેની આસપાસ પાકિસ્તાન અને પાકિસ્તાન–અધિકૃત કાશ્મીરથી સક્રિય આતંકવાદીઓ અને હેન્ડલર્સ સાથે મળીને વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપવાનું કાવતં ઘડી રહ્યો હતો.
અન્ય એક ઓપરેશનમાં, પોલીસે ઉધમપુરમાં કડક પબ્લિક સેટી એકટ હેઠળ આતંકવાદી સહયોગીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ પોનારા સોનીના અબ્દુલ સતાર તરીકે કરવામાં આવી છે, જે બહત્પવિધ આતંકવાદી કેસોમાં સામેલ હતો અને તે આતંકવાદી સંગઠનો માટે સક્રિય માર્ગદર્શક અને સહાયક તરીકે કામ કરતો હતો.અત્યાર સુધીમાં તેની સામે બસંતગઢ પોલીસ સ્ટેશનમાં અનેક એફઆઈઆર નોંધવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech