ચોટીલા હાઇ-વે પર પશુઓની હેરફેર કરતા ૨ ઇસમ ઝડપાયા: ૧૦ જીવોનો બચાવ

  • August 07, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા નેશનલ હાઇવે ઉપર એક જ મહિનામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા ત્રીજું વાહન ઝડપાયું છે. ચોટીલા-મોરબીના જીવદયાપ્રેમીઓને મળેલ માહીતી મુજબ વાંકાનેરથી ભ‚ચ કતલખાના તરફ પશુઓ લઇને એક આઇસર નિકળેલ છે. જે અંગે મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલ ચોટીલા પોલીસને જાણ કરેલ હતી.
​​​​​​​
ચોટીલા પોલીસના ઇશ્ર્વરભાઇ, દીલીપભાઇ સાથે જીવદયાપ્રેમી હરેશભાઇ ચૌહાણ, દલસુખભાઇ અજાડીયા, રઘુભાઇ, દિનેશભાઇ લોરિયા, કમલેશભાઇ આહિર સહિતના ગૌરક્ષકોની ટીમ હાઇવે ઉપર વોચ રાખી બાતમીવાળી આઇસર ટ્રક નિકળતા અટકાવી તલાશી લેતાં એક પાડો, એક નાનો પાડો, આઠ ભેસો બેરહેમી અને ક્રુરતાપૂર્વક બાંધેલ તેમજ કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર અને કોઇપણ પાસ પરમીટ વગર મળી આવેલ પોલીસે ટ્રક લઇને જતાં વાંકાનેરના સરવાણી પરમાર અને રાજુ ચૌહાણને ઝડપી લીધા હતાં. પુછપરછમાં પશુઓ આઇસરના માલીક અશરફ યાકુબભાઇના કહેવાથી દિઘડીયા ગામના ભીખાભાઇએ ભરી આપેલ હોવાનું જણાવતા બન્નેની અટક કરી તમામ વિ‚ધ્ધ ધોરણસર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application