ભુજના માધાપરમાં સસ્તું સોનું આપવાના નામે 2.4 કરોડની કરી ઠગાઈ

  • July 21, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભુજના માધાપરના પીતા પુત્રએ હૈદરાબાદની શાળાના મહિલા પ્રિન્સીપાલને સસ્તું સોનું આપવાની લાલચ આપી 2 કરોડ 4 લાખની ઠગાઈ કરી.આ અંગેની જાણ થતા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટીમે ભુજ જીઆઇડીસી રોડ પરાથી ઝુરા ગામના આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતાં અદાલતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.હજુ 3 આરોપી ફરાર છે.


હૈદરાબાદમાં તેજસ્વી વિદ્યારણીય શાળાના મહિલા પ્રિન્સીપાલ શેલજા વૈંકટેશ યામુસાનીને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપીને ભુજના પિતા-પુત્રો સહિત આઠ ઠગોએ રૂ. 2 કરોડ 4 લાખની ઠગાઇ કરી હતી.આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.જે બાદ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓ ફરાર છે.


આ કેસમાં એલસીબીએ વધુ એક આરોપી તખ્તસિંહ ઉર્ફે પ્રવિણસિંહ ભુપાજી સોઢા (રહે ઝુરા કેમ્પ ભીભાવાસ) ભુજના જીઆઇડીસી રોડ પરાથી પકડી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતાં કોર્ટ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. એલસીબીએ અગાઉ ભુજના ઠગ હનીફ ઉર્ફે મીઠુ નુરમામદ સોઢા, જાકીર હનીફ ઉર્ફે મીઠુ નુરમામદ સોઢા, અમીન હનીફ ઉર્ફે નુરમામદ સોઢા તથા માંડવીના શેરડી ગામના ગાભા સુજાભાઇ સંધાર સહિત ચાર ઠગોને પકડી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બાકીના 3 આરોપી ફરાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application