રાજકોટમાં રહેતા ઈમીટેશન જવેલરીના ધંધાર્થી તેમના પરીચીતોને શેરબજારમાં સારા રોકાણની આઈપીઓમાં સારૂ વળતર મળશેની લાલચ આપી ભેજાબાજ શખસે ૨.૨૩ કરોડ રૂપિયા ઓળવી જઈ છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાના યુનિ. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદની વિગતો મુજબ કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે રામકૃપા યોગીઆશિષ એપાર્ટમેન્ટમાં રહેતા જીજ્ઞેશભાઈ રમેશભાઈ વ્યાસ સાળા સાથે ભાગીદારીમાં ઈમીટેશનનો ધંધો કરે છે. તેની ચાર વર્ષ પહેલા ભેજાબાજ શખસ કાલાવડ રોડ પર સત્યસાંઈ હોસ્પિટલ પાસે આસોપાલવ સ્પ્રિંગ કોપર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ રતનશીભાઈ ચુડાસમા નામના શખસ સાથે પાંચ વર્ષ પહેલા મુુલાકાત થઈ હતી અને બન્ને પરિચયમાં આવ્યા હતા. આરોપી પ્રકાશ શેરબજારનો ધંધો કરતો હોવાનું ઓળખાણ બાદ બન્ને વચ્ચે પરિચય વધુ ગાઢ બન્યો હતો અને પ્રકાશે શેરબજારમાં રોકાણ કરશો તો સારૂ વળતર મળશે તેમ કહી જીજ્ઞેશભાઈને ફસાવ્યા હતા. વાતોમાં આવી ગયેલા જીજ્ઞેશભાઈએ ૨૦૨૧માં પ્રથમ ૧૦ લાખનું રોકાણ કયુ હતુ. ચેક મારફતે રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ તારીખે ૨૦૨૧માં ૫૨.૫૦ લાખ રૂપિયા પ્રકાશને આપ્યા હતા. આવી જ રીતે જીજ્ઞેશના ભાઈ સમીર, હીરેન, ભાવિને પણ ૬૦ લાખ રૂપિયાનું રોકાણ કયુ હતું. જૂનાગઢમાં રહેતા પાર્થ પ્રવિણભાઈ પંડયાએ ૧૫ લાખ રૂપિયા રોકયા હતા. મિત્ર રૂષીતભાઈ દીપકભાઈ ત્રિવેદીએ ૩૧.૧૦ લાખ રૂપિયા આપ્યા હતા.
અન્ય રોકાણકારોમાં વિપુલભાઈ હસમુખભાઈ દવે ૨૪.૧૦ લાખ, હરીપર પાળના કાનાભાઈ નાથાભાઈ મહીડાએ ૩.૫૦ લાખ, હર્ષદભાઈ શામજીભાઈ વાળાએ ૨૨ લાખ અને હર્ષદભાઈના જાણીતા નીલેશભાઈ ધીરજભાઈ બખતરીયા, ઉદય પરેશભાઈ મકવાણા, હેમલ મુકેશભાઈ ભાલોડી, નીલેશ હીરાભાઈ પરમાર, કિશોર લાંબરીયા, વિજય લાંબરીયા આ ૬ વ્યકિતના ગ્રુપે પ્રકાશને ૮૩ લાખ રોકડા આપ્યા હતા. સમય મર્યાદા મુજબ રોકાણકારોને કોઈપણ પ્રકારનું વળતર મળ્યું ન હતું. પ્રકાશ દ્રારા ફોનમાં કે રૂબરૂ મળીને પૈસા મળી જશે નાણા મળી જશે તેવા વાયદા કરાતા હતા અને ત્યાર બાદ તા.૮.૬૨૦૨૧ પ્રકાશનો મોબાઈલ ફોન સ્વીચઓફ થઈ ગયો હતો. ફસાઈ ગયેલા રોકાણકારો દ્રારા પ્રકાશના ઘરે તેમજ અન્ય સ્થળે શોધખોળ કરાતી હતી પરંતુ તેની કોઈ ભાળ નહીં મળતા અંતે જીજ્ઞેશભાઈ દ્રારા ગત તા.૨૪૧૨૦૨૪ના રોજ છેતરાયેલા અન્ય રોકાણકારોને સાથે રાખીને પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ (અરજી) કરાઈ હતી. તપાસ દરમિયાન ગાંધીગ્રામ–૨ પોલીસ મથકમાં આરોપી પ્રકાશ ચુડાસમા સામે છેતરપીંડી વિશ્ર્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech