૧ મી જુન -શુક્રવાર- વર્ષ નો લાંબા માં લાંબો દિવસ અને ટુંકામાં ટુંકી રાત્રી

  • June 19, 2024 11:33 AM 

નભોમંડળમાં સૂર્ય નો રવિમાર્ગોં-કાંતિવૃત અને આકાશી વિષુવવૃત, વર્ષ માં બે વખત એકબીજા ને છેદે છે. ખગોળ ની પરિભાષા માં ક્રાંતિવૃત અને વિષુવવૃત એકબીજા ને છેદે તે દરેક ને સંપાતબિંદુ કહેવામાં આવે છે.


આગામી ૨૧ માર્ચ, વસંતસંપાત અને ૨૩ સપ્ટેમ્બર, શરદસંપાત ના દિવસો એ દિવસ અને રાત્રિ ની લંબાઈ સરખી હોય છે.


સૂર્ય જ્યારે રવિમાર્ગોં ઉપર પોતાની ઉત્તર તરફની આકાશી યાત્રા દરમિયાન વધુ ને વધુ (૨૩.૫ અંશ)ખસીને ઊગ્યા બાદ સૂર્ય પાછો દક્ષિણ તરફ ખસવા માંડે છે. અને એને કર્ક રાશિ પ્રવેશ વખતે જે બિંદુને છેદે છે, એ દિવસ ને તેમજ તેને દક્ષિણાયન અને તે સ્થાન ને કર્કારંભ કહેવામાં આવે છે. તે વર્ષ નો સૌથી લાંબો ઉનાળા નો દિવસ ૨૧ જુન હોય છે.


હવે પછી ૨૨ જુન બાદ સૂર્ય ઉત્તર તરફ ખસતો જતાં આપણે ત્યાં ઉત્તર ગોળાર્ધ માં દિવસ ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે.


૨૧ જૂન ના દિવસે ઉત્તર ધ્રુવ ઉપર ૬ મહિના ના દિવસ દરમિયાન સૂર્ય વધુમાં વધુ ઊંચાઈ ૨૩.૫ અંશ ઉપર જોવા મળશે અને દક્ષિણ ધ્રુવ ઉપર ૬ મહિના ની રાત્રિનો મધ્ય દિવસ હશે., જામનગર ખગોળ મંડળના સંયોજક કિરીટભાઈ શાહ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application