વીંછિયાના છાસીયા ગામની સીમમાં વાડીમાંથી ૧૯૨ બોટલ દારૂ ઝડપાયો

  • October 02, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વીંછિયના છાસીયા ગામની સીમમાં વીંછિયા પોલીસે દરોડો પાડી અહીં વાડીમાંથી ૧૯૨ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો.જોકે દરોડા દરમિયાન વાડી માલિક હાજર મળી આવ્યો ન હોય પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જયારે જેતપુર પોલીસે ખીરસરા રોડ પર કેબીનમાંથી ૧૫ બોટલ દા સાથે એકને ઝડપી લીધો હતો.
વીંછિયા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન છાસીયા ગામની સીમમાં ગામની પાતા તરીકે ઓળખાતી સીમમાં કેનાલ વાળા કાચા રસ્તે કલ્પેશ માલકીયાની વાડીમાં દરોડો પાડી અહીં તપાસ કરતા .૫૭,૬૦૦ ની કિંમતનો ૧૯૨ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ પહોંચે તે પૂર્વે વાડીમાલિક કલ્પેશ દેહાભાઇ માલકીયા ફરાર થઇ ગયો હોય પોલીસે દાનો આ જથ્થો કબજે કરી વાડીમાલિક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. વીંછિયા પોલીસે દાના અન્ય દરોડામાં સતરગં ડુંગરની પાછળ એક શંકાસ્પદ બાઇકને અટકાવવાની કોશિશ કરતા બે શખસો બાઇક રેઢુ મુકી નાસી ગયા હતાં.બાદમાં પોલીસે બાઇકની ડિકીમાં જોતા દાની ૧૧ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે દાની આ બોટલ અને બાઇક સહિત કુલ .૨૫,૭૭૦ નો મુદામાલ કબજે કરી અહીં દા રેઢો મુકી નાસી જનાર બે શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય દરોડામાં જેતપુર પોલીસ મથકના સ્ટાફે ખીરસરા રોડ પર પાણીના ટાંકા પાસે પાવર હાઉસની પતરાની કેબીનમાં તપાસ કરતા તેમાંથી .૧૦,૫૦૦ ની કિંમતનો ૧૫ બોટલ દા મળી આવ્યો હતો.જેથી પોલીસે કેબીન રાખનાર યાશીન ભીખુભાઇ રફાઇ(ઉ.વ ૩૬ રહે. લમી ગોડાઉન સામે ભોજધાર,જેતપુર) ને ઝડપી લીધો હતો.જેની પુછતાછ કરતા દાની આ બોટલ તેને ભોજધાર વિસ્તારમાં જ રહેતા તોસીફ દાદુભાઇ મકરાણીએ સાચવવા આપી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી તોસીફને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ સિવાય લોધિકા પોલીસ મથકના સ્ટાફે રાવકીથી તરવડા જતા રોડ પર નવા પુલ પાસેથી પસાર થતા બાઇકચાલકને અટકાવી તલાશી લેતા તેની પાસેથી દાની બાોટલ મળી આવી હતી.જેથી પોલીસે બાઇકચાલક મહેશ લાખાભાઇ માધડ(ઉ.વ ૨૩ રહે. નવા થોરાળા રાજકોટ,મુળ રામપરા તા.વીસાવદર) ને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application