19 વર્ષીય નંદિની ગુપ્તાએ પોતાને નામ કર્યો ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ, હવે મિસ વર્લ્ડમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ

  • April 16, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફેમિના મિસ ઈન્ડિયા 2023ના વિનરનું નામ સામે આવ્યું છે. 19 વર્ષની નંદિની ગુપ્તાએ 59મી ફેમિના મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટમાં મિસ ઈન્ડિયા 2023નો તાજ જીત્યો છે. દિલ્હીની શ્રેયા પૂંજાને પ્રથમ રનર અપ જ્યારે સ્ટ્રેલા થોના ઓઝુમ લુવાંગને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. સિની શેટ્ટીએ નંદિનીને તાજ પહેરાવ્યો છે. સિની શેટ્ટી વર્ષ 2022ની મિસ ઈન્ડિયા રહી હતી. આ ખિતાબ જીત્યા પછી, નંદિની હવે મિસ વર્લ્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

નંદિની રાજસ્થાનના કોટાની રહેવાસી છે. તેણે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. નંદિનીને નાનપણથી જ મોડલિંગનો શોખ હતો. તેનું સપનું હતું કે એક દિવસ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે, હવે આખરે આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. માત્ર 19 વર્ષની ઉંમરે નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નંદિની ગુપ્તા બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરાને પોતાની રોલ મોડલ માને છે. નંદિની માને છે કે પ્રિયંકાએ જે રીતે દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાનું નામ બનાવ્યું છે તે ખરેખર પ્રેરણાદાયી છે. તેણીને આશા છે કે ભવિષ્યમાં તે પણ આ જ રીતે પોતાનું અને તેના દેશ ભારતનું નામ રોશન કરશે.


આ વર્ષે મણિપુરમાં 'ફેમિના મિસ ઈન્ડિયા'નું આયોજન કરવામાં આવ્યું હતું. અનન્યા પાંડેથી લઈને ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન, નેહા ધૂપિયા અને મનીષ પોલ જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સે ગ્રાન્ડ ફિનાલેમાં હાજરી આપી હતી. જ્યારે નેહા ધૂપિયા અને અનન્યા પાંડે સફેદ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ રહી હતી, ત્યારે ભૂમિએ પણ બ્લેક અને ઓરેન્જ ડ્રેસમાં દેખાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application